



અંબાજી, 08 જાન્યુઆરી (હિ.સ.) અંબાજી મંદિરના પ્રસાદ હવે ઘરે બેઠા મંગાવી શકશો જેમાં માત્ર
મોહનથાળ જ નહીં પણ હવે ચીકી ના પ્રસાદ સાથે માતાજી નો થ્રીડી ફોટો સાથે પ્રાપ્ત
થશે જે અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન ઓર્ડર કરી શકાશે
આ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક નવી પહેલ શરૂ
કરવામાં આવી છે. જે માઈ ભક્તો ઘરે બેઠા ઓનલાઈન માતાજીનો મોહનથાળ નો પ્રસાદ મંગાવી
શકશે.જેને લઇમંદિર ટ્રસ્ટની ઓફિશિયલ
વેબસાઇટ www.ambajitemple.in પર
થી મંદિર ટ્રસ્ટ દ્વારા 'અંબાજી
પ્રસાદમ કીટ' નામની
એક કોમ્પેક્ટ કીટ લોન્ચ કરવામાં આવી છે. આ કીટ ખાસ કરીને શહેર ના તો ખરાજ પણ
ગામડાના માઈ ભક્તોની માંગણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.આ કીટમાં
મોહનથાળ, ચીકી,
કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો
શામેલ છે. કીટની અંદાજિત કિંમત પોસ્ટ ખર્ચ સાથે 220 રૂપિયા રહેશે.
અગાઉ પણ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન ઓર્ડર પર મળતો
હતો. પણ તે કુરિયર દ્વારા પહોચતો હતો ને જે ગામડા માં કુરિયર ન પહોચતો હોઈ મંદિર
ટ્રસ્ટે પોસ્ટ ઓફિસ સાથે એમઓયુ કરી ઓનલાઈન પ્રસાદ પોસ્ટ વિભાગ સાથે મેમોરેન્ડમ ઓફ
અન્ડરસ્ટેન્ડિંગ કરારકર્યા છે. આ કીટ
માત્ર ઓનલાઈન ઓર્ડર ઉપર જ ભક્તોને ઘરેબેઠા ઉપલબ્ધ થશે.તેમ કૌશિક મોદી અધિક કલેક્ટર
મંદિર ટ્રસ્ટ અંબાજી એ જણાવ્યુ હતુ
જોકે બીજી તરફ પોસ્ટ ઓફિસ લોકો વચ્ચેથી મુક્ત થતી જે તે રહી છે
ત્યારે અંબાજી મંદિર દિવસના ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન પ્રસાદ વિતરણ વ્યવસ્થા માટે
પોસ્ટ વિભાગ સાથે એમઓયુ કરીને સરાહનીય કામગીરી કરી હોવાનું પોસ્ટ માસ્તરે જણાવ્યું
હતું અને લોકો ફરી એકવારપોસ્ટ ઓફિસની
નજીક આવતા થશે તેમ રાજેશભાઈ મોઢ પોસ્ટ માસ્તર પોસ્ટ ઓફિસ અંબાજી નુ માનવુ છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ