બનાસકાંઠા જીલ્લામાં ધાનેરા પંથક માંથી કુલ 37 કેસ ઓરી ના શંકાસ્પદ મળી આવ્યા, આરોગ્યવિભાગ ના ઉચ્ચ અધીકારીઓ અને વિવિધ ટીમ દ્વારા એક સર્વેલન્સ ની કામગીરી હાથ ધરી
અંબાજી, 08 જાન્યુઆરી (હિ.સ.)બનાસકાંઠા જીલ્લા માં આરોગ્યવિભાગ ના ઉચ્ચ અધીકારીઓ અને વિવિધ ટીમ દ્વારા એક સર્વેલન્સ ની કામગીરી છેલ્લા બે માસ થી હાથ ધરવામાં આવી છે. જેમાં ધાનેરા પંથક માંથી કુલ 37 કેસ ઓરી ના શંકાસ્પદ મળી આવેલ છ
BANASKANTHA MA ORY NA CES MALI AAVYA


BANASKANTHA MA ORY NA CES MALI AAVYA


અંબાજી, 08 જાન્યુઆરી (હિ.સ.)બનાસકાંઠા જીલ્લા

માં આરોગ્યવિભાગ ના ઉચ્ચ અધીકારીઓ અને વિવિધ ટીમ દ્વારા એક સર્વેલન્સ ની કામગીરી

છેલ્લા બે માસ થી હાથ ધરવામાં આવી છે. જેમાં ધાનેરા પંથક માંથી કુલ 37 કેસ ઓરી ના

શંકાસ્પદ મળી આવેલ છે. ને જેમાં 9 કેસ પોઝીટીવ મળી આવતા આરોગ્ય વિભાગ માં હડકમ મચી જવા પામ્યો

છે. હાલ તબક્કે છેલ્લા બે માસ થી સમગ્ર જીલ્લા માં આ નિરીક્ષણ ની કામગીરી ચાલી રહી

છે જેમાં 9 માસ થી 5 વર્ષ સુધી નાં 25919 બાળકો છે. આ તમામ

ની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં હમણાં સુધી 12663 ને વધારા ના ડોઝ

આપવામાં આવ્યા છે ને હાલ ડોર ટુ ડોર તપાસ કામગીરી ચાલી રહી છે. જોકે એપેડેમીક

અધીકારી ના જણાવ્યા મુજબ પાડોશી રાજ્ય રાજસ્થાન માં ઓરી ના કેસો વધુ હોવાથી તેની

અસર અહીં જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલી ડોર ટુ ડોર તપાસ

કામગીરી માં સરદી તેમજ શરીર ઉપર લાલ ચાકા જેવાં દેખાતા બાળકો ના સેમ્પલ લેવા માં

આવી રહ્યા છે. એટલુંજ નહીં આ બાબતે ખાનગી હોસ્પીટલ નાં તબીબો ને સંચાલકો ને પણ આવા

કોઇ શંકાસ્પદ કેસ જણાય તો આરોગ્ય વિભાગ ને જાણકારી આપવા તાકીદ કરવામાં આવી હોવાનુબ્રિજેશકુમાર વ્યાસ(એપેડેમીક અધીકારી)બનાસકાંઠા એ જણાવ્યુ

હતુ આ પ્રસંગે ટીએચઓ ડો.કીરણ ગમાર પણ ઉપસ્થીત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande