જામનગરમાં કોલ્ડ-ડેઃ સિઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન 11 ડીગ્રી સાથે શિત લહેર
જામનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં બે ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૧૧ ડીગ્રીએ પહોંચી જતા ગઈકાલનો દિવસ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઉત્તર ભારતના પહાડો પરથી આવતા હિમ સમાન ઠંડા વાયરાઓના પગલે હાલાર પંથકમાં શિ
તાપમાન


જામનગર, 08 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં બે ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૧૧ ડીગ્રીએ પહોંચી જતા ગઈકાલનો દિવસ મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઉત્તર ભારતના પહાડો પરથી આવતા હિમ સમાન ઠંડા વાયરાઓના પગલે હાલાર પંથકમાં શિત લહેર વ્યાપી ગઈ છે. તીવ્ર ઠંડીના કારણે હાલારવાસીઓ ઠૂંઠવાઈ ગયા છે.

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા ઘણાં દિવસથી હિમવર્ષાન દોર ચાલી રહ્યો છે. કાશ્મીરમાં ઘરો, વૃક્ષો, મેદાનો તથા પહાડો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે. તીવ્ર ઠંડીથી જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. પ્રજાજનોને તેના રોજ-બરોજના કામો કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થયો છે. કડકડતી ઠંડીના પગલે લોકો ધ્રુજી ઊઠ્યા છે. ઉત્તર ભારતના બર્ફીલા પવનના પગલે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં ચાલ્યો ગયો છે. અસહ્ય ઠંડીથી પ્રજાજનો ધ્રુજી ઊઠ્યા છે. હિમાલય પરથી આવતા ઠંડા પવનના કારણે સમગ્ર હાલાર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. શિતલહેરથી હાલારવાસીઓ ઠૂંઠવાય ગયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને નગરસિમ અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ધોરીમાર્ગો પર તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે.

જામનગરમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૧૧ ડીગ્રીએ પહોંચી જતા ગઈકાલનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. નગર આખુય ઠંડુગાર થઈ ગયું હતું. અસહ્ય ઠંડીથી લોકો ધ્રુજી ઊઠ્યા છે. અસહ્ય ઠંડી સામે રક્ષણ મળે તે માટે પ્રજાજનો ગરમ કપડામાં લપેટાઈ ગયા છે. રાત્રે લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. ઠંડી સમે રક્ષણ મળે તે માટે જનતાએ ગરમ વસ્ત્રો, ગરમ પીણા તથા તાપણાનો સહારો લીધો હતો. નગરમાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન પચ્ચીસ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande