પાટણમાં ઠંડીનો કડાકો, તાપમાન 11 ડિગ્રી સુધી ઘટ્યું
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુરુવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ બુધવાર રાતથી જ ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો, જે ગુરુવાર સવાર સુધી
પાટણમાં ઠંડીનો કડાકો, તાપમાન 11 ડિગ્રી સુધી ઘટ્યું


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુરુવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ બુધવાર રાતથી જ ઠંડીની તીવ્રતામાં વધારો થયો હતો, જે ગુરુવાર સવાર સુધી યથાવત રહ્યો હતો. તાપમાન ઘટતાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા અને દિવસ દરમિયાન પણ શીતળતા અનુભવાઈ હતી. ધુમ્મસભર્યા વાતાવરણ અને ઠંડા પવનને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી, જ્યારે વહેલી સવાર અને મોડી રાત્રે માર્ગો પર અવરજવર ઓછી રહી હતી.

કડકડતી ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ રહ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર તાપણાં જોવા મળ્યા હતા. આ ઠંડીની અસર જનજીવન પર વ્યાપક રીતે જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધુ વધવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande