અમરેલીમાં બાળકોના સપનાને ઉડાન, ઇસરોની ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ બસનું ભવ્ય ઉદ્ઘાટન
અમરેલી, 08 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અંતરિક્ષ સંશોધન પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાના હેતુથી ISRO દ્વારા તૈયાર કરાયેલી ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ પ્રદેશની મોબાઇલ સ્પેસ એક્ઝિબિશન બસનું ઉદ્ઘાટન ઇફકો અને એ.સી.યુ.આઈ.ના અધ્યક્ષ દિ
અમરેલીમાં બાળકોના સપનાને ઉડાન: ISRO ની ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ બસનું ભવ્ય ઉદ્ઘાટન


અમરેલી, 08 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અંતરિક્ષ સંશોધન પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાના હેતુથી ISRO દ્વારા તૈયાર કરાયેલી ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ પ્રદેશની મોબાઇલ સ્પેસ એક્ઝિબિશન બસનું ઉદ્ઘાટન ઇફકો અને એ.સી.યુ.આઈ.ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોના બાળકો સુધી અંતરિક્ષ વિજ્ઞાનની માહિતી પહોંચાડવાની આ પહેલ અત્યંત સરાહનીય છે. ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ બસ દ્વારા વિદ્યાર્થીઓને ઉપગ્રહ, રોકેટ, ગ્રહમંડળ, ચંદ્રયાન અને ગગનયાન જેવા મિશનો વિશે પ્રાયોગિક અને દૃશ્યમાન માહિતી મળશે, જે તેમના અભ્યાસમાં ઉત્સાહ વધારશે.

બસમાં આધુનિક મોડલ્સ, પોસ્ટર્સ, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા અંતરિક્ષ વિજ્ઞાનને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે આ અનુભવ પ્રેરણાદાયી બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિજ્ઞાનપ્રેમીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ‘સ્પેસ ઓન વ્હીલ્સ’ બસ અમરેલી જિલ્લામાં વિવિધ શાળાઓ અને તાલુકાઓમાં ફરીને વિદ્યાર્થીઓને અંતરિક્ષ સંશોધનની નવી દિશાઓ સાથે જોડશે અને તેમના સપનાઓને ઉડાન આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande