
જૂનાગઢ,08 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે આવતીકાલથી સોમનાથમાં ત્રણ દિવસ સુધી શિવ વંદના સહિતના ભવ્ય કાર્યક્રમ યોજવાના છે. 10 અને 11મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમોનું આયોજન થયું હોય સોમનાથની સાથે સાથે જુનાગઢ જિલ્લામાં પણ શિવ આરાધનાના કાર્યક્રમોનું આયોજન થયું છે.
જૂનાગઢના ભવનાથ મંદિર ભુતનાથ મંદિર તેમજ બીલખામાં રાવતેશ્વર મંદિર તેમજ કેશોદમાં નીલકંઠ મહાદેવના મંદિર સહિત જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી અખંડ ઓમકાર જાપ વિશેષ પૂજા અર્ચના સહિત શિવ આરાધના કરવામાં આવશે.
બીજી તરફ 11 મીના રોજ જુનાગઢ જિલ્લામાંથી પણ શ્રદ્ધાળુ ભક્તો કાર્યકર્તાઓ સોમનાથ શોર્ય સભામાં સહભાગી થવા જશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ અંગે સંકલન કરવામાં આવી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ વ્યવસ્થાઓ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ