
જૂનાગઢ, 8 જાન્યુઆરી (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના વંથલીના દિલાવર નગર ખાતે જૂના સામુહિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ 4 કરોડના ખર્ચે બનેલ નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થતા વંથલી તાલુકાના 47ગામોના લોકોને સારી અને સગવડભરી સારવાર મળી શકશે. નવા બનેલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં 30 બેડનો મેલ ,ફિમેઇલ વોર્ડ, અદ્યતન લેબોરેટરી, લિફ્ટ, ફિઝિયોથેરાપી, દાંત, આખના વિભાગો બનાવવામાં આવ્યા છે.
આ અધતન હોસ્પિટલ કાર્યરત થતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે હોસ્પિટલના અધિક્ષક ડો. સિકંદર પરમાર, ડો. પીઠીયા, ડો. મારુ, ડો.જેઠવા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ ટીબી ની કામગીરીમાં જૂનાગઢ જીલ્લામાં પ્રથમ નંબરે અને PMJY માં ઉતમ કામગીરી કરી છે તેમની આ કામગીરીને તાલુકાના લોકોએ બિરદાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ