સોમનાથમાં જૂનાગઢના યોગબોર્ડ સહિત સંસ્થાઓની મહિલાઓ દ્વારા અખંડ શિવધૂનનો પ્રારંભ, પર્વના પ્રથમ દિવસે 500 બહેનોએ ભજન કીર્તન શિવ ધૂનનો લાભ લીધો
સોમનાથ 8 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતુટ આસ્થાના ૧૦૦૦ વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિ દિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિ
જૂનાગઢના યોગબોર્ડ સહિત સંસ્થાઓની  મહિલાઓ દ્વારા અખંડ શિવધૂનનો પ્રારંભ


સોમનાથ 8 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથમાં શિવ ભક્તિનું અનોખું પર્વ બન્યું છે. અતુટ આસ્થાના ૧૦૦૦ વર્ષ અંતર્ગત સોમનાથમાં ત્રિ દિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સ્વાભિમાન પર્વ શૌર્ય સભા-શોર્ય યાત્રા અને ઓમકાર મંત્ર સહિતના કાર્યક્રમોને લઈને સોમનાથ પરિસરમાં અખંડ ઓમકાર જાપ અને અખંડ શિવ ભજન ના કાર્યક્રમોનો આજે પ્રારંભ થયો હતો. જેમાં જુનાગઢ થી યોગ બોર્ડના મહિલા સભ્યો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના મહિલા પ્રતિનિધિઓ યોગ, વ્યાયામ શિક્ષકો અને મહિલા કાર્યકર્તાઓ સહિત ૫૦૦ બહેનોએ અખંડ શિવધૂનમાં ભાગ લીધો હતો. કરતાલ, લોક કંઠના શિવ ભક્તિ ગીતો ભાવમય રીતે ગવાતા હતા ત્યારે સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ અખંડ શિવ ધૂન સાંભળી શ્રદ્ધાની લાગણી વ્યક્ત કરી હતી. જુનાગઢ થી ખાસ બસ સોમનાથ આવી હતી. ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારમાંથી શિવ ભક્તો શિવધૂનમાં સહભાગી થવાના છે. આજે પ્રથમ દિવસે શિવ શિવ ધૂન કાર્યક્રમનું સંકલન જૂનાગઢના યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા એ કર્યું હતું. યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ શ્રદ્ધા સાથે જણાવ્યું હતું કે સોમનાથમાં સ્વાભિમાન પર્વ આધ્યાત્મિક ભાવનું પર્વ બન્યું છે અને તેમાં સહભાગી થવાનો આનંદ છે. તેમની સાથે કોર્ડીનેટર સોનલબેન પણ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande