સુરતના ખેલપ્રેમીઓ માટે મોટી ભેટ: આઈએસપીએલ સીઝન-3નો ધમાકેદાર આરંભ 9 જાન્યુઆરીથી
સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.)-સુરતના ખેલપ્રેમીઓ માટે ખુશખબર છે. શહેરમાં આગામી 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-3નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ રોમાંચક ક્રિકેટ મહોત્સવ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે,
इंडियन स्ट्रीट प्रीमियर लीग (ISPL) सीजन-3


સુરત, 08 જાન્યુઆરી (હિ.સ.)-સુરતના ખેલપ્રેમીઓ માટે ખુશખબર છે. શહેરમાં આગામી 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-3નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ રોમાંચક ક્રિકેટ મહોત્સવ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યાં કુલ 44 મેચો રમાશે.

આ લીગની ખાસ વાત એ છે કે તેમાં બોલિવૂડ અને રમત જગતની દિગ્ગજ હસ્તીઓની સહ-માલિકીની 8 ટેનિસ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. આયોજકો મુજબ 9 જાન્યુઆરીના ઉદ્ઘાટન મુકાબલા દરમિયાન ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરની હાજરીની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દિગ્ગજ સેલિબ્રિટીઓની ટીમો વચ્ચે જોરદાર ટક્કર

ISPL સીઝન-3માં ભાગ લેનારી ટીમો અને તેમના સહ-માલિકો નીચે મુજબ છે—

માઝી મુંબઈ – સહ-માલિક: અમિતાભ બચ્ચન (ડિફેન્ડિંગ ચેમ્પિયન)

ટાઈગર્સ ઓફ કોલકાતા – સહ-માલિક: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

શ્રીનગર કે વીર – સહ-માલિક: અક્ષય કુમાર

ચેન્નાઈ સિંગમ્સ – સહ-માલિક: સૂર્યા

બેંગલુરુ સ્ટ્રાઈકર્સ – સહ-માલિક: ઋતિક રોશન

ફાલ્કન રાઈઝર્સ હૈદરાબાદ – સહ-માલિક: રામ ચરણ

દિલ્હી સુપરહીરોઝ – સહ-માલિક: સલમાન ખાન

અમદાવાદ લાયન્સ – સહ-માલિક: અજય દેવગણ

ISPLમાં ઝળહળશે યુવા પ્રતિભાઓ

આ સીઝનમાં અભિષેક દલ્હોર, સૈફ અલી, વિજય પાવલે, જગન્નાથ સરકાર અને અંકુર સિંહ જેવા અનેક પ્રતિભાશાળી ઉદયમાન ખેલાડીઓ મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડશે અને દર્શકોને રોમાંચિત કરશે.

ISPLમાં સૂરતનું ગૌરવ વધારશે 4 ખેલાડીઓ

સૂરત માટે ગૌરવની વાત એ છે કે લીગમાં શહેરના ચાર ખેલાડીઓ પસંદ થયા છે—

પ્રદીપ પાટીલ – અમદાવાદ લાયન્સ (₹14 લાખ)

જિગ્નેશ પટેલ – અમદાવાદ લાયન્સ (₹8.50 લાખ)

અભિષેક પટેલ – માઝી મુંબઈ (₹3 લાખ)

જિગ્નેશ રાજપૂત – માઝી મુંબઈ (₹3 લાખ)

ISPL સીઝન-3ના માધ્યમથી સૂરત માત્ર ક્રિકેટના રોમાંચનો સાક્ષી બનશે નહીં, પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીઓ અને યુવા ક્રિકેટ પ્રતિભાઓના સંગમથી શહેરના રમત ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande