અંબિકા નદી ઉપર નવા મેજર બ્રિજનું કામ શરૂ, બીલીમોરા–એરુ–અબ્રામા માર્ગે રૂ.50 કરોડનો મહત્વનો પ્રોજેક્ટ
નવસારી, 08 જાન્યુઆરી (હિ.સ.) : બીલીમોરા–એરુ–અબ્રામા રોડ પર અંબિકા નદી ઉપર નવા મેજર બ્રિજના નિર્માણની શરૂઆત થઈ ગઈ છે. અંદાજે ₹50 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજનું કામ 8 જાન્યુઆરીથી સત્તાવાર રીતે શરૂ કરાયું છે. હાલમાં આવેલા જૂના અને સાંકડા પુલને કારણે વા
Navsari


નવસારી, 08 જાન્યુઆરી (હિ.સ.) : બીલીમોરા–એરુ–અબ્રામા રોડ પર અંબિકા નદી ઉપર નવા મેજર બ્રિજના નિર્માણની શરૂઆત થઈ ગઈ છે. અંદાજે ₹50 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજનું કામ 8 જાન્યુઆરીથી સત્તાવાર રીતે શરૂ કરાયું છે. હાલમાં આવેલા જૂના અને સાંકડા પુલને કારણે વાહનચાલકોને વારંવાર ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હતો, ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ કઠિન બની જતી હતી. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા પુલના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. નવો બ્રિજ તૈયાર થયા બાદ વાહનવ્યવહાર વધુ સરળ, ઝડપી અને સલામત બનશે. આથી એરુ, અબ્રામા, હાંસાપોર, અમલસાડ, માસા સહિતના અનેક ગામો તેમજ બીલીમોરા શહેરના નાગરિકોને સીધો લાભ મળશે.

આ મહત્વના પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે અને સાથે સાથે સ્થાનિક વિકાસને પણ નવી ગતિ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande