પાટણમાં ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પાટણ સીટી એ ડિવિઝન પોલીસે કેનાલ રોડ પરથી અંદાજે ₹27,750 કિંમતની ચાઇનીઝ દોરીની 111 ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મ
પાટણમાં ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પાટણ સીટી એ ડિવિઝન પોલીસે કેનાલ રોડ પરથી અંદાજે ₹27,750 કિંમતની ચાઇનીઝ દોરીની 111 ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. તપાસમાં નીલકંઠ સોસાયટી, પાટણનો રહેવાસી હિતેશકુમાર મેઘરાજભાઇ ખત્રી ઝાડીઓ પાસે ચાઇનીઝ દોરી વેચવાના ઇરાદે ઊભો હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેના બે કાર્ટૂનમાં ‘MONO SKY’ લખેલી નાયલોન દોરી મળી આવી હતી.

ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મુકાયો છે. જાહેરનામાનો ભંગ કર્યાના આરોપે પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 223 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande