જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી મહેસાણાની સામાન્ય સભાની બેઠક યોજાઈ
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, મહેસાણા ની સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ બિન સરકારી આજીવન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ જિલ્
જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી મહેસાણાની સામાન્ય સભાની બેઠક યોજાઈ


મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) આજ રોજ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, મહેસાણા ની સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ તેમજ બિન સરકારી આજીવન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં પ્રાણી ક્રુરતા નિવારણ તથા પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા અંગે સંકલિત કામગીરી કરવાનો રહ્યો.

બેઠક દરમિયાન પ્રાણીઓ પર થતી ક્રુરતા અટકાવવા માટે કાયદાની કડક અમલવારી, જનજાગૃતિ કાર્યક્રમો અને વિવિધ વિભાગો વચ્ચે સહકાર વધારવાની જરૂરિયાત પર ચર્ચા કરવામાં આવી. સરકારી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પરસ્પર સંકલનથી કાર્ય કરે તો પ્રાણી કલ્યાણના ઉદ્દેશોને વધુ મજબૂતીથી અમલમાં મૂકી શકાય તેમ જણાવાયું.

આ ઉપરાંત કરુણા અભિયાન 2026 અંતર્ગત પશુ અને પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો કાર્યરત કરવા માટે જરૂરી આયોજન કરવા સૂચના આપવામાં આવી. ખાસ કરીને ઈજાગ્રસ્ત, બીમાર તથા ભટકતા પશુ-પક્ષીઓ માટે તાત્કાલિક સારવાર અને સંભાળ મળી રહે તે માટે આવા કેન્દ્રો મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું.

બેઠકના અંતે તમામ સભ્યોને પ્રાણી પ્રત્યે સંવેદનશીલતા દાખવી માનવતા, કરુણા અને જવાબદારીભાવ સાથે પ્રાણી કલ્યાણ માટે સતત કાર્ય કરવા અપીલ કરવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande