સફારી-ગુડલક-ભીડિયા સર્કલ, ત્રિવેણી-હિરણ થી કાજલી સુધી ‘નો ફ્લાઈંગ ઝોન’ ‘નો પાર્કિંગ ઝોન’ અને ભારે વાહનો માટે પણ પ્રવેશ પ્રતિબંધ
ગીર સોમનાથ 09 જાન્યુઆરી (હિ.સ.) દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ તા. ૧૦ અને તા.૧૧ જાન્યુઆરી દરમિયાન સહભાગી થશે. વડાપ્રધાનશ્રીના સોમનાથ
સફારી-ગુડલક-ભીડિયા સર્કલ, ત્રિવેણી-હિરણ થી કાજલી સુધી ‘નો ફ્લાઈંગ ઝોન’ ‘નો પાર્કિંગ ઝોન’ અને ભારે વાહનો માટે પણ પ્રવેશ પ્રતિબંધ


ગીર સોમનાથ 09 જાન્યુઆરી (હિ.સ.) દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ તા. ૧૦ અને તા.૧૧ જાન્યુઆરી દરમિયાન સહભાગી થશે. વડાપ્રધાનશ્રીના સોમનાથ પ્રવાસ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાયે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૮.૦૦ કલાકથી તા.૧૧/૦૧/૨૦૨૬ ના ૨૦.૦૦ કલાક સુધી ‘નો ફ્લાઈંગ ઝોન’, ‘નો પાર્કિંગ ઝોન’ અને ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

*આ વિસ્તારો ‘નો ફ્લાઈંગ ઝોન’:*

આ જાહેરનામા અનુસાર સફારી સર્કલ થી ગુડલક સર્કલ, લીલાવતી ભવન, હમીરજી સર્કલ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, પ્રજાપતી ધર્મશાળા, ત્રિવેણી રોડ થી ગોલોકધામ હેલીપેડ સુધીનો રોડ તેમજ સફારી સર્કલ થી નવા સિમેન્ટ રોડ, પ્રજાપતિ ધર્મશાળા સુધીના રોડ તેમજ સફારી સર્કલથી શિવ ચોકી થઈ ભીડિયા સર્કલ સુધીના રોડ અને સદભાવના મેદાન, હિરણ નદીથી કાજલી સુધીના રોડ આસપાસના વિસ્તારોને ડ્રોન ફ્લાઈંગ માટે ‘નો ફ્લાઈંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તા.૧૦ અને તા.૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ થનાર ડ્રોનને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

*આ વિસ્તારોમાં ‘નો પાર્કિંગ ઝોન’ અને ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ :-*

ગીર સોમનાથ

પ્રભાસ પાટણના સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ગૌલોકધામ હેલીપેડ થી લઈ પ્રજાપતિ ધર્મશાળા થઈ હમીરજી સર્કલ થી ગુડલક સર્કલ (શંખ સર્કલ) તેમજ સફારી સર્કલ થી શીવ ચોકી થઈ ભીડિયા સર્કલ સુધી તમામ પ્રકારના ભારે વાહનો પર અવર-જવર પ્રતિબંધ મૂકી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો છે.

જેના વૈકલ્પિક રૂટ તરીકે સફારી સર્કલ થી વેરાવળ જી.આઈ.ડી.સી તરફ જનાર વાહનો સફારી સર્કલ થી તાલાળા ચોકડી, ભાલકા ચોકી થઈ, ભાલકા મંદિર થી જી.આઈ.ડી.સી તરફ તેમજ વેરાવળ તરફ જતા તમામ વાહનો સફારી સર્કલ થી નમસ્તે સર્કલ થઈ વેરાવળ જઈ શકશે.

આ જાહેરનામું તા. ૧૦/૦૧/૨૦૨૬ના સવારે ૦૮.૦૦ કલાક થી તા. ૧૧/૦૧/૨૦૨૬ના ૨૦.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande