ગુજરાત પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ સોમનાથની મુલાકાતે
સોમનાથ, 09 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ અનુસંધાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સોમનાથ મુલાકાત અન્વયે ગુજરાત પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ સોમનાથની મુલાકાતે છે. સોમનાથ ખાતે યોજાયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ અનુસંધાને ભારત
ગુજરાત પોલીસ વડા


સોમનાથ, 09 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ અનુસંધાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સોમનાથ મુલાકાત અન્વયે ગુજરાત પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ સોમનાથની મુલાકાતે છે. સોમનાથ ખાતે યોજાયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ અનુસંધાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ પધારનાર હોય જે અંગે સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ને ધ્યાને લઈ ખુબ જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરવા ગુજરાત રાજ્ય પોલીસ વડા ડૉ.કે.એલ.એન.રાવ તા. ૦૮/૦૧/૨૦૨૬ ના રોજ સોમનાથ ખાતે પધારેલ.

વડાપ્રધાનના સોમનાથ પ્રવાસ દરમ્યાનના તમામ મુલાકાત સ્થળો સોમનાથ મંદિર, સર્કિટ હાઉસ, સભા સ્થળ તેમજ બંદોબસ્તના તમામ રૂટ પર ગુજરાત રાજ્યના DGP દ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ સોમનાથ ખાતે ગોઠવવામાં આવેલ તમામ બંદોબસ્ત ની સમીક્ષા કરવામાં આવેલ અને DGP દ્વારા સોમનાથ ખાતે બંદોબસ્તમાં આવેલ તમામ અધિકારીઓને બંદોબસ્ત અંગે સૂચનો કરવામાં આવ્યા.

સોમનાથ મુલાકાત દરમ્યાન DGP દ્વારા ભગવાન સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી દર્શન કરી સોમનાથ મંદીર ખાતે ધજારોહણ કરવામાં આવ્યું અને પૂજા/અર્ચના કરવામાં આવેલ. બંદોબસ્તમાં પધારેલ તમામ અધિકારી/કર્મચારીઓ માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં DGP સાહેબ દ્વારા પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે રાત્રિ ભોજન લેવામાં આવેલ. સોમનાથ સ્વાભિમાન પર્વ માં ૧૦૮ અશ્વો સાથે પ્રધાનમંત્રી દ્વારા સોર્ય યાત્રા થનાર હોય જે ૧૦૮ અશ્વો અત્રેના માઉન્ટેડ ખાતે રાખેલ હોય જેથી DGP દ્વારા માઉન્ટેડની મુલાકાત લેવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande