જામનગરના રણજીત સાગર રોડ પર 'હિટ એન્ડ રન' : રાહદારી વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ
જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે ગુરુવારે બપોરે હિટ એન્ડ રનની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના બુઝુર્ગને એક મોટરસાયકલના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં તેઓનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બન
બાઈક અકસ્માત


જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે ગુરુવારે બપોરે હિટ એન્ડ રનની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના બુઝુર્ગને એક મોટરસાયકલના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં તેઓનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં માધવ ટાઉનશિપમાં રહેતા શાંતિલાલભાઈ રાણાભાઇ મારૂ નામના 50 વર્ષના પ્રૌઢએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાના મોટાભાઈ દેવશીભાઈ રાણાભાઇ મારૂ (ઉંમર વર્ષ 65) ગઈકાલે બપોરે 3.30 વાગ્યાના અરસામાં રણજીત સાગર રોડ પર મારૂ કંસારા હોલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન જી.જે. 10 ડી.એસ. 7449 નંબરના બાઈકના ચાલકે તેઓને હડફેટેમાં લઈ લીધા હતા.

જે અકસ્માતમાં તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવવા અંગે ખંભાળિયા ગેઇટ પોલીસે જીજે 10 ડી.એસ. 7449 નંબરના બાઈકના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જ્યારે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande