જામનગર કોર્પોરેશનને પીએમ સ્વનિધિ યોજનામાં દ્વિતીય ક્રમાંકનો એવોર્ડ, આસી. કમિશનરે સ્વીકાર્યો
જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરમાં નાના ધંધાર્થીઓના આર્થિક ઉત્થાન માટે લોન પુરી પાડવા માટેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. આ યોજનામાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાને સન્માન કરવા માટે આજે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા સ્વનિધિ સમારો
એવોર્ડનો સ્વીકાર


જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરમાં નાના ધંધાર્થીઓના આર્થિક ઉત્થાન માટે લોન પુરી પાડવા માટેની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી છે. આ યોજનામાં સારી કામગીરી કરનાર મહાનગરપાલિકાને સન્માન કરવા માટે આજે ગુરૂવારે ગાંધીનગર ખાતે યોજાયેલા સ્વનિધિ સમારોહ યોજાયો હતો. જેમાં જામ્યુકોનો રાજ્યકક્ષાએ બીજો નંબર આપતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગાંધીનગર ખાતે સ્વનિધિ સમારોહ-2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પી.એમ. સ્વનિધિ યોજના ના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સીટીઝ (Major Cities)ની કેટેગરીમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયેલા આ ગૌરવવંતા કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા વતી આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ) મુકેશ વરણવા એ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત જામનગરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડવા અને તેમના આર્થિક ઉત્થાન માટે જામનગર મહાનગરપાલિકાએ સરાહનીય કામગીરી કરી છે, જેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande