
જૂનાગઢ 9 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢના અગતરાય ગામે પ્રગતિ મહિલા વિકાસ મંડળ દ્વારા સ્ત્રી કેન્સર જાગૃતિ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. શારદાબેન રાખોલીયા અને કિરણબેન મારડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેમિનારમાં ડો. પાયલ ભાટુ અને ડો. ડાયના સુવાગિયાએ સ્ત્રીઓને થતા કેન્સરના લક્ષણો, કારણો તથા અટકાવવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી જાગૃતિ દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ