
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર શહેરની મધ્યમાં આવેલા વિસ્તાર કડિયા પ્લોટમાં જવા માટે રેલવે ફાટક ઓળંગીને જવું પડે છે. આ રેલવે ફાટક પર સમારકામની જરૂરિયાત હોવાથી રેલવે દ્વારા 6 દિવસ સુધી રેલવે ફાટક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવે ઓફિસ દ્વારા કરાયેલ જાહેરાત મુજબ કડિયા પ્લોટ રેલવે ફાટક આગામી તા. 10 જાન્યુઆરીના સાંજે 6 કલાકે સમારકામની કામગીરીને કારણે બંધ કરી દેવામાં આવશે, જે સીધું 16 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાં સુધી લોકોએ જી.ઈ.બી. સર્કલ ઓફિસ પાસેના રેલવે ફાટકનો ઉપયોગ કરી શકાશે તેવી જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya