
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા ખાતે ચાણસ્મા તાલુકા મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોનું સ્નેહમિલન યોજાયું હતું. નવા વર્ષના આરંભ બાદ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાતા સ્નેહમિલનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્નેહમિલન દરમિયાન નવા સંચાલકોને મધ્યાહન ભોજન યોજનાના સંચાલન, વહીવટી પ્રક્રિયા તથા હિસાબો કેવી રીતે જાળવવા તે અંગે સંચાલક મંડળના હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંચાલકોને પરસ્પર સહકાર અને સંકલન જાળવી રાખવા તેમજ જરૂરિયાત સમયે એકબીજાને સહયોગ આપવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચાણસ્મા તાલુકા મધ્યાહન ભોજન યોજના મંડળના પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ, મંત્રી ગિરીશભાઈ, ઉપપ્રમુખ અદુજી, નગીનભાઈ સહિત અન્ય સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ