રાધનપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતો વૃદ્ધ ઝડપાયો
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)રાધનપુર ટ્રેઝરી ઓફિસ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા 65 વર્ષીય વૃદ્ધને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹1120 રોકડ, વરલી મટકાના આંકડા લખેલી ડાયરી અને બોલપેન કબજે કર્યા છે. રાધનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ
રાધનપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતો વૃદ્ધ ઝડપાયો


પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)રાધનપુર ટ્રેઝરી ઓફિસ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા 65 વર્ષીય વૃદ્ધને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹1120 રોકડ, વરલી મટકાના આંકડા લખેલી ડાયરી અને બોલપેન કબજે કર્યા છે.

રાધનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ટ્રેઝરી ઓફિસ નજીક આવેલી કેબિન પાસે પંચો સાથે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કાગળમાં આંકડા લખીને જુગાર રમાડતો શખ્સ કોર્ડન કરી ઝડપવામાં આવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ મહમદહનીફ જાનમહમદ ઉસ્માનભાઈ બેલીમ તરીકે થઈ છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ 12A હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિપુલગીરી ગૌસ્વામી ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande