
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.) પાટણ શહેરની ધી ન્યૂ ઈરા હાઈસ્કૂલના ત્રણ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. માનસિક દિવ્યાંગ અને અંધ એવા આ વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ વિજય મેળવી રાજ્યકક્ષાએ પણ ભાગ લઈ પોતાની પ્રતિભા સાબિત કરી છે.
શાળા કેળવણી મંડળ, આચાર્ય, સ્ટાફ મિત્રો તથા સ્પેશિયલ શિક્ષિકા દામિની પુરોહિતના સતત માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી. પટણી કિરણ દિનેશભાઈ અને પટણી સાહિલ વિનોદભાઈએ ₹10,000–₹10,000 જ્યારે પટણી રાહુલ મહેશભાઈએ ₹3,000નું ઇનામ જીત્યું હતું.
જિલ્લા કક્ષાએ ત્રણ રમતોમાં પ્રથમ સ્થાન મેળવનાર કિરણ અને સાહિલે હિંમતનગર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના માનસિક દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ પણ તેમણે પોતાની આગવી રમત પ્રતિભા દર્શાવી શાળાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ