કપાસમાં આંતરપાક અને પાણી બચતથી ટકાઉ આવકનું મોડેલ: ભૂણાવના પ્રકાશ પટેલ બન્યા પ્રેરણા
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામના 55 વર્ષીય ખેડૂત પ્રકાશ પટેલે Development Support Center (DSC)ના માર્ગદર્શનથી ખેતીમાં નોંધપાત્ર પરિવર્તન લાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ મોડેલ ઊભું કર્યું છે. પરંપરાગત એકલ કપ
કપાસમાં આંતરપાક અને પાણી બચતથી ટકાઉ આવકનું મોડેલ: ભૂણાવના પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણા


કપાસમાં આંતરપાક અને પાણી બચતથી ટકાઉ આવકનું મોડેલ: ભૂણાવના પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણા


કપાસમાં આંતરપાક અને પાણી બચતથી ટકાઉ આવકનું મોડેલ: ભૂણાવના પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણા


મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામના 55 વર્ષીય ખેડૂત પ્રકાશ પટેલે Development Support Center (DSC)ના માર્ગદર્શનથી ખેતીમાં નોંધપાત્ર પરિવર્તન લાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ મોડેલ ઊભું કર્યું છે. પરંપરાગત એકલ કપાસ ખેતીમાં ઊંચો ખર્ચ અને અનિશ્ચિત નફાનો સામનો કરનાર પ્રકાશભાઈએ DSC સાથે જોડાયા બાદ કપાસમાં આંતરપાક, પાણી બચત અને પ્રાકૃતિક ખેતી આધારિત પદ્ધતિઓ અપનાવી.હાલ તેઓ કપાસ સાથે મગ, ચોળી, અડદ, ગલગોટા અને વરિયાળી જેવા આંતરપાક કરે છે, જેના કારણે જીવાતનો પ્રભાવ ઘટ્યો છે અને દવાના ખર્ચમાં બચત થઈ છે. આંતરપાકમાંથી સરેરાશ ₹5,000 જેટલી વધારાની આવક મળે છે, જ્યારે કપાસનો ઉતારો 25 થી 30 મણ જેટલો સ્થિર રહ્યો છે. DSCના માર્ગદર્શન હેઠળ અપનાવેલી આંતરચાસ પિયત પદ્ધતિથી પિયત માટેનું પાણી લગભગ 50 ટકા ઘટ્યું છે, જેના કારણે ખર્ચ અને સમય બંનેમાં બચત થઈ છે.આ ઉપરાંત DSCની સહાયથી એક વીઘામાં બાગાયત મોડેલ ફાર્મ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ફળપાક અને આંતરપાકનો સમાવેશ છે. આ તમામ પ્રયાસોથી પ્રકાશભાઈ આજે બે વીઘામાંથી આશરે ₹1 લાખ જેટલો નફો મેળવી રહ્યા છે. તેમની સફળતા ગ્રામિણ વિસ્તારમાં ટકાઉ ખેતીનો જીવંત દાખલો બની છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande