પોરબંદરમાં બે દિવસથી તાપમાનનો પારો ગગડયો
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરમાં હાડ થીજાવતી ઠંડીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખાસ કરી ને નૂતન વર્ષ 2026ના પ્રારંભથી શહેર ભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી જેટલું નોંધવામાં આવ્યું છ
પોરબંદરમાં બે દિવસથી તાપમાનનો પારો ગગડયો


પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદરમાં હાડ થીજાવતી ઠંડીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખાસ કરી ને નૂતન વર્ષ 2026ના પ્રારંભથી શહેર ભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી જેટલું નોંધવામાં આવ્યું છે.

સામાન્ય રીતે નવેમ્બરમાં શિયાળાની મોસમ શરુ થઇ જતી હોય છે પરંતુ વર્ષ 2025ના અંત સમયે શિયાળો ગાયબ થઇ ગયો હતો પરંતુ આછી આછી ઠંડી જોવા મળતી હતી. અને તેમાં પણ વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરે પોરબંદરમાં મેઘરાજાએ દર્શન આપી સૌને ચોંકાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2026 ના પ્રારંભથી જ પોરબંદરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પોરબંદરમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાય રહ્યું છે જયારે દિવસનું તાપમાન 24 થી 25 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ લોકો વહેલી સવારે સૂર્યોદય પપહેલા મોર્નિંગ વોક અને સાંજે સૂર્યાસ્ત સમયે દરિયા કિનારે ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત પોરબંદરમાં ઘણા સેવાભાવી સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા આ કડકડતી ઠંડીમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબો અને રસ્તે રઝળતા ઢોર-ઢાંખરના જીવની સલામતી માટે અવનવા સેવા કાર્યો કરતા જોવા મળે છે જેમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા શિયાળામાં ગરીબોને ધાબળા, સ્વેટર જેવી ઠંડીથી રક્ષણ મેળવવા માટેના ગરમ કાપડાઓનું દાન કરવામાં આવતું હોય છે તેમજ રસ્તે રઝળતા શ્વાનો અને ઢોર-ઢાંખર

માટે શેલ્ટર જેવું બનાવી તેમાં ઠંડીથી રક્ષણ મેળવવા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande