
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીના મોટર સાયકલ વિગેરે મુદામાલ જે નામદાર કોર્ટના અલગ-અલગ હુકમો આધારે મુદામાલ મુળ માલીકોને સોપવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સુચનાઓ કરવામાં આવી હતી. જે અનુસંધાને રાણાવાવ પો.સ્ટેના પો.ઈન્સ એન.એન. તળાવીયા તથા રાણાવાવ પો.સ્ટાફના માણસો દ્વારા રાણાવાવ પો.સ્ટે.માં બી.એન.એસ. ક.305 (સી),54 મુજબ નોંધાયેલ ગુનામાં કબ્જે કરાયેલ મુદામાલ ટ્રકની એકસેલો નંગ-06 જેની કુલ કિ.રૂ. 36,000/- નો મુદામાલ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રર્મ અંતર્ગત મુળ માલીકોને પરત સોપવામાં આવ્યો હતો. આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ.એન.એન.તળાવીયા તથા પો.હેડ.કોન્સ. એલ.ડી. સીસોદીયા વિગેરે પો.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya