
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : દર વર્ષે જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, ત્યારે નૂતન વર્ષ 2026ના પ્રારંભથી ટ્રાફિક માસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વિવિધ સંસ્થાઓ અને પોરબંદર પોલીસ દ્વારા વર્ષ દરમિયાન અકસ્માતની ઘટનાઓ ન ઘટે તે માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યારે આ ઉજવણી અંતર્ગત પોરબંદરની એક માત્ર એમ.ઈ.એમ. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે ટ્રાફિક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર ટ્રાફિક પોલીસના જવાન ટ્રાફિક હેડ કોન્સ. માલીબેન મોઢવાડીયા સહિતના ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya