પત્ની બાબતે કોમેન્ટ કરતાં બે મિત્રોએ ત્રીજા મિત્રને બોથડ પદાર્થના ઘા મારી પતાવી દીધો
સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્રો સાથે ડીંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસીડેન્સી પાસે ખુલ્લા મેદાનમાં બેઠો હતો. આ દરમિયાન બે મિત્રો વચ્ચે તેમની પત્ની બાબતે વાતચીત થતી હતી. ત્યારે ભોગ બનનાર યુવકે વચ્ચે પડી ક
Death


સુરત, 09 જાન્યુઆરી (હિ.સ.): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્રો સાથે ડીંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસીડેન્સી પાસે ખુલ્લા મેદાનમાં બેઠો હતો. આ દરમિયાન બે મિત્રો વચ્ચે તેમની પત્ની બાબતે વાતચીત થતી હતી. ત્યારે ભોગ બનનાર યુવકે વચ્ચે પડી કોમેન્ટ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા બંને મિત્રોએ તેને ઢીક મુક્કીનો ઢોર માર મારી માથામાં તથા શરીરના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. બનાવને પગલે ભોગ બનનાર યુવકની પત્નીએ ડીંડોલી પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં બાબા મેમોરિયલ હોસ્પિટલ પાસે આવેલ રાધાકૃષ્ણ સોસાયટી માં રહેતો ઉમાશંકરસિંઘ રાજબહાદુરસિંઘ પાંડેસરા વિસ્તારમાં જોબવર્કનું કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. ગતરોજ રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ઉમાશંકરસિંઘ તેના મિત્ર અંશુ (રહે. શ્યામવિલા રેસિડન્સી) અને દીલલુ યાદવ (રહે જગદંબા નગર) સાથે ડીંડોલી વિસ્તારમાં આવેલ માનસી રેસીડેન્સી પાસે ખુલ્લા મેદાનમાં બેઠો હતો. આ દરમિયાન અંશુ અને દીલલુ યાદવ વચ્ચે એકબીજાની પત્ની બાબતે વાતચીત થતા બોલાચારી થઈ હતી. આ દરમિયાન ઉમાશંકરસિંઘ વચ્ચે પડી તેમની પત્ની વચ્ચે વિશે કોમેન્ટ કરી હતી. જેના કારણે ઉશ્કેરાયેલા અંશુ અને દીલલુ યાદવ એ ભેગા મળી ઉમાશંકર સિંઘને ઢીકમૂકીનો ઢોર માર મારી બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. જેથી આખરે ભોગ બનનાર ઉમાશંકર સિંઘની પત્ની રુચીસિંઘે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande