મહેસાણામાં મહિલાઓનો અનોખો વિરોધ: થાળી-વેલણ વગાડી પાલિકા તંત્રને જગાડ્યું
મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ વિસ્તારમાં પાલિકા તંત્ર સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સધી માતાના મંદિર પાસે પીવાના પાણીના સંપ અને ટ્યુબવેલની તદ્દન નજીક ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી સામે
મહેસાણામાં મહિલાઓનો અનોખો વિરોધ: થાળી-વેલણ વગાડી પાલિકા તંત્રને જગાડ્યું


મહેસાણામાં મહિલાઓનો અનોખો વિરોધ: થાળી-વેલણ વગાડી પાલિકા તંત્રને જગાડ્યું


મહેસાણા, 09 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના ગાંધીનગર લિંક રોડ વિસ્તારમાં પાલિકા તંત્ર સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સધી માતાના મંદિર પાસે પીવાના પાણીના સંપ અને ટ્યુબવેલની તદ્દન નજીક ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી સામે ૩૦૦થી વધુ સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ રસ્તા પર ઉતરી થાળી-વેલણ વગાડી અનોખી રીતે આંદોલન કરી તંત્રનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને ગટર લાઈન નાખવામાં આવી રહી છે, ત્યાં જ શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત આવેલા છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની ગંભીર શક્યતા છે, જેનાથી હજારો રહીશોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ ઊભું થઈ શકે છે.

આ મુદ્દે માત્ર નાગરિકો જ નહીં, પરંતુ વોટર સપ્લાય બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયરે પણ ટેકનિકલ કારણોસર વિરોધ નોંધાવ્યો છે. તેમના મતે, પીવાના પાણીના સ્ત્રોતની નજીક ગટર લાઈન નાખવી એ ગંભીર ભૂલ છે.

સ્થાનિક રહીશોએ પાલિકા કમિશનરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કર્યો છે. જો પમ્પિંગ સ્ટેશનનું સ્થળ તાત્કાલિક બદલવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande