પાટણ શહેરમાં પ્રવેશતા તમામ 6 મુખ્ય માર્ગો પર હેરિટેજ થીમ આધારિત આકર્ષક અને વિશાળ પ્રવેશદ્વાર બનશે
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં શહેરના સૌંદર્યીકરણ અને ઐતિહાસિક ઓળખને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રવેશતા તમામ 6 મુખ્ય માર્ગો પર હેરિટેજ થીમ આધારિત આકર્ષ
પાટણ શહેરમાં પ્રવેશતા તમામ 6 મુખ્ય માર્ગો પર હેરિટેજ થીમ આધારિત આકર્ષક અને વિશાળ પ્રવેશદ્વાર બનશે.


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં શહેરના સૌંદર્યીકરણ અને ઐતિહાસિક ઓળખને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણ શહેરમાં પ્રવેશતા તમામ 6 મુખ્ય માર્ગો પર હેરિટેજ થીમ આધારિત આકર્ષક અને વિશાળ પ્રવેશદ્વાર બનાવવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.

નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવનાર આ ગેટ પાટણની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે. શહેરમાં પ્રવેશતા નાગરિકો અને પ્રવાસીઓને પાટણની આગવી ધરોહરનો પરિચય થાય તેમજ શહેરનું સૌંદર્ય વધે તે હેતુથી આ આયોજન હાથ ધરાયું છે. આ પ્રોજેક્ટ માટે સ્વૈચ્છિક દાતાઓ આગળ આવે તો નગરપાલિકા દ્વારા તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. જો દાતાઓ ઉપલબ્ધ નહીં થાય તો નગરપાલિકા દ્વારા વિગતવાર DPR તૈયાર કરી ‘સ્વચ્છ અને સુંદર શહેર’ યોજના હેઠળ સરકાર પાસે જરૂરી ગ્રાન્ટની માંગણી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande