સુરત જિલ્લાની આંગણવાડીઓમાં ‘પા પા પગલી’ યોજના અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ સુરત ગ્રામ્યના આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. રા
Drawing competition was held


સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ‘પા પા પગલી’ પ્રોજેક્ટ હેઠળ સુરત ગ્રામ્યના આંગણવાડી કેન્દ્રોમાં 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્યવ્યાપી સ્પર્ધાના આયોજન અંતર્ગત સુરત જિલ્લાનાં કુલ 1733 આંગણવાડી કેન્દ્રોમાં કુલ 22,752 બાળકોએ ઉત્સાહભેર ‘પા પા પગલી’ પ્રોજેક્ટ સંદર્ભે આયોજિત સ્પર્ધામાં ભાગ લઇ પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી.

બાળકોમાં કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા, રંગોની ઓળખ, હાથ-આંખનું સંકલન તથા અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી બાળકોને પ્રવૃત્તિ પુસ્તિકા અને આંગણવાડી ખાતે ઉપલબ્ધ ક્રેયોન્સ કલર દ્વારા ચિત્રો દોરવા અને રંગ પૂરવાની તક પૂરી પાડવામાં આવી હતી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય પોષણ માસ અને આંગણ ઉત્સવ સંદર્ભે યોજાયેલી આ પ્રવૃત્તિમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત, કિશોરીઓની પોષણ, આરોગ્ય, શિક્ષણ, જીવન કૌશલ્ય અને સશક્તિકરણ સંબંધિત જરૂરિયાતોને પ્રોત્સાહિત કરવા માટે ‘પૂર્ણા યોજના’ હેઠળ રાજ્યવ્યાપી વિશાળ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કિશોરાવસ્થા દરમિયાન આંગણવાડી કેન્દ્રો ખાતે સંતુલિત અને પોષણયુક્ત આહારના મહત્વને સમજાવતી ‘મારી પોષણ થાળી’ થીમ આધારિત ચિત્ર સ્પર્ધામાં જિલ્લાની 8,509 કિશોરીઓએ ભાગ લીધો હતો.

રાજ્યના બાળકો અને કિશોરીઓની સર્જનાત્મક કલા અને પોષણ જાગૃતિને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન દ્વારા વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande