
ગીર સોમનાથ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા અને નવા/પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવા અંગેની ખાસ ઝુંબેશ તા.૦૧ ઓક્ટોબર ૨૦૨૬ થી યોજાશે.
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લામા સમાવિષ્ટ ૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર (S.C) અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગોમાં આ સતત સુધારણા પ્રક્રિયા દરમિયાન ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો અને સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહેલા તમામ પાત્ર નાગરીકોની મતદારયાદીમાં નોંધણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત તા.૧૧-૧૦-૨૦૨૬, તા.૧૮-૧૦-૨૦૨૬, તા.૨૫-૧૦-૨૦૨૬ અને તા.૦૧-૧૧-૨૦૨૬ના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી સંલગ્ન મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. તેમને આધાર પુરવા સાથે નિયત ફોર્મ ભરી સુપ્રત કરવાનુ રહેશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની એક યાદી દ્વારા આ ઝુંબેશનો લાભ લેવા સૌ નાગરીકોને અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ