પાટણના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરનો જન્મદિવસ ‘સેવા પર્વ’ તરીકે ઉજવાયો
પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરનો 48મો જન્મદિવસ ‘સેવા પર્વ’ તરીકે ઉજવાયો હતો. ડેર ગામની શ્રીમતી આર.ડી.કે. પટેલ વિદ્યાલય ખાતે એચ.કે. બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. મંગાજી ઠાકોરે પોતે 71મી વખત રક્તદાન
પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરનો જન્મદિવસ ‘સેવા પર્વ’ તરીકે ઉજવાયો.


પાટણ, 01 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મંગાજી ઠાકોરનો 48મો જન્મદિવસ ‘સેવા પર્વ’ તરીકે ઉજવાયો હતો. ડેર ગામની શ્રીમતી આર.ડી.કે. પટેલ વિદ્યાલય ખાતે એચ.કે. બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. મંગાજી ઠાકોરે પોતે 71મી વખત રક્તદાન કરીને લોકોને રક્તદાન માટે પ્રેરણા આપી હતી. કેમ્પમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું છે અને 100થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મંગાજી ઠાકોર દ્વારા પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકા-શહેરમાં વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 200થી વધુ આંગણવાડીના 5000થી વધુ બાળકોને ફળ વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે 400થી વધુ કાર્યકર બહેનોને સાડીનું વિતરણ કરાયું છે. જન્મદિવસ નિમિત્તે ડેર ગામની 9 આંગણવાડીના 200થી વધુ બાળકોને ફળ અને 18 કાર્યકર બહેનોને સાડી આપવામાં આવી હતી.

મંગાજી ઠાકોરે જણાવ્યું હતું કે, “લોહીના એક ટીપાથી કોઈનું જીવન બચી શકે છે. આપણે સૌ સાથે મળીને માનવસેવા કરીએ.” સેવા પ્રવૃત્તિઓને આગળ ધપાવતા આ અભિયાનને પાટણ શહેરની તમામ આંગણવાડીઓ સુધી ચાલુ રાખવામાં આવશે. જન્મદિવસની ઉજવણીને સમાજસેવા સાથે જોડીને રક્તદાન, બાળકો માટે ફળ વિતરણ અને બહેનોને સાડી વિતરણ જેવા સેવાકાર્યો કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande