રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભાવનગરમાં આજે રક્તદાન શિબિર
ભાવનગર,01 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગરમાં તા. 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઉત્તમ એન. ભૂતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (રેડક્રોસ બ્લડ બેન્ક) દ્વારા આયોજિત આ શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ
રેડ ક્રોસ


ભાવનગર,01 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગરમાં તા. 1 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઉત્તમ એન. ભૂતા-રેડક્રોસ બ્લડ સેન્ટર (રેડક્રોસ બ્લડ બેન્ક) દ્વારા આયોજિત આ શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે પૂરતો રક્તસંગ્રહ ઉપલબ્ધ કરાવી માનવતાની સેવા કરવાનો છે.

આ રક્તદાન શિબિર રેડક્રોસ સોસાયટી, દિવાનપરા રોડ, બાર્ટન લાઈબ્રેરી સામે, ભાવનગર ખાતે યોજાઈ રહી છે. શિબિરનો સમય સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ દરમિયાન શહેરના નાગરિકો, યુવાનો તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓને મોટી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ રક્તદાન જરૂરિયાતના સમયે કોઈ દર્દી માટે જીવનદાયી બની શકે છે. અકસ્માત, સર્જરી, પ્રસૂતિ તેમજ વિવિધ સારવાર દરમિયાન દર્દીઓને રક્તની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા કરવામાં આવતું રક્તદાન રક્તની ઉપલબ્ધતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માનપત્ર તેમજ ભેટ આપી સન્માનિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આથી ભાવનગરના નાગરિકો, યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓને આજે યોજાનારી આ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અને જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવાના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. તેમજ આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી માનવતાની સેવામાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande