કડી સર્વ વિશ્વવિદ્યાલય અને વિશ્વગ્રામ સંસ્થા દ્વારા ક્રાઈસીસ 2026: સ્પીડ, ગ્રીડ અને ભીડ વિષય સાથે શિબિર યોજાઈ
ગાંધીનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : આજના ઝડપી જીવન, વધતી ભૌતિક લાલસા અને ભીડનો ભાગ બની જવાની માનસિકતા અંગે આજના યુવાનો વિચારશીલ બને તે હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય અને વિશ્વગ્રામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે Crisis 2026: Speed, Greed અને ભીડ વિષય સાથે ચા
ચાર દિવસીય શિબિર યોજાઈ


ચાર દિવસીય શિબિર યોજાઈ


ચાર દિવસીય શિબિર યોજાઈ


ચાર દિવસીય શિબિર યોજાઈ


ચાર દિવસીય શિબિર યોજાઈ


ગાંધીનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) : આજના ઝડપી જીવન, વધતી ભૌતિક લાલસા અને ભીડનો ભાગ બની જવાની માનસિકતા અંગે આજના યુવાનો વિચારશીલ બને તે હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય અને વિશ્વગ્રામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે Crisis 2026: Speed, Greed અને ભીડ વિષય સાથે ચાર દિવસીય શિબિર યોજાઈ જેમાં સર્વ વિદ્યાલયની 12 કોલેજના 54 વિધાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

શિબિરમાં તજજ્ઞ તરીકે ગુજરાતના જાણીતા કટાર લેખક રાજ ગોસ્વામી અને વિશ્વગ્રામ સંસ્થાના સંચાલક સંજયભાઈ ભાવસાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે વિચારમંથન કરતાં જણાવ્યું કે, “જો ભીડનો ભાગ બનવું ન હોય તો વાંચન વધારો.” વાંચન દ્વારા વ્યક્તિ પોતાની વિચારશક્તિ વિકસાવી શકે છે અને સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા કેળવી શકે છે. Physical Speed, Digital Speed અને Psychological Speed દ્વારા આજના ઝડપી જીવનની અસરો સમજાવવામાં આવી હતી. Doom Scrolling, FOMO, Urgency Addiction અને The Inner Race જેવા વિષયો દ્વારા સતત દોડ, સરખામણી અને ડિજિટલ વ્યસ્તતામાંથી બહાર આવી જીવનમાં સમયાંતરે “Brake” લેવાની જરૂરિયાત પર ભાર મૂકવાનું સૂચન કર્યું હતું. Greed અંગે આત્મમંથન કરાવતા પ્રશ્નો—“મને ખરેખર શાની જરૂર છે?” અને “બીજા પાસે છે એટલે મને પણ જોઈએ છે?”—દ્વારા જરૂરિયાત અને લાલસા વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. આમ, વિવિધ પ્રવૃતિઓ, રમતો, સેવા અને શ્રમ કાર્ય, પ્રેરણાદાઈ સત્રો દ્વાર યુવાનોને Speedમાં થોભવા, Greedને સમજવા અને ભીડ થી અલગ પોતાની ઓળખ બનાવવાની પ્રેરણા આપી જીવનને વધુ અર્થસભર બનાવવા અંગેનું મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સમગ્ર શિબિર કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેનું આયોજન સર્વ નેતૃત્વ સેલના હેડ ડો. ધર્મેન્દ્ર પટેલ અને વિશ્વગ્રામ સંસ્થા વતી સંજય-તુલા દ્વારા કરાયું હતું જેમાં રાહુલ સુખડિયા, પારુલ અત્તરવાલા, વૈદેહી સુથાર, હસ્તી સોજીત્રા, મોરી વિધિ ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવવામાં ખૂબ જ જેહમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande