
ભાવનગર, 01 ઓક્ટોબર (હિ.સ.)માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય રાજહંસસૂરિશ્વરજી મહારાજના મંગલ પગલા અને મંગલ આશીર્વાદ સાથે અશક્ત અને અસહાય વિધવા મહિલાઓ માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને ૧૧૦ જેટલી અશક્ત અને અસહાય વિધવા મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવે છે. આ સેવાકાર્યનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ મહિલાઓને જીવનજરૂરી સામગ્રી મળી રહે અને તેમના જીવનમાં થોડી રાહત તથા આનંદ આવે તે છે.
વિતરણ કરવામાં આવેલી કીટમાં ૫ કિલો ઘઉંનો લોટ, ૧ લિટર સીંગતેલ, ૧.૨૫ કિલો ખીચડી, ૨૫૦ ગ્રામ ચા, ૨૫૦ ગ્રામ જીણાગાઠીયા, ૧ કિલો ખાંડ, બિસ્કિટના બે મોટા પેકેટ, ખાખરાનું પેકેટ, ટોસનું મોટું પેકેટ, ખારીનું મોટું પેકેટ, સેવ-મમરાનું પેકેટ, વસ્તુ ભરવા માટેનો થેલો, બામ તથા ચાટપુરીનું પેકેટ સહિતની સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સેવાકાર્ય અનેક લોકોના સહયોગથી સતત આગળ વધી રહ્યું છે. સમીરભાઈ, તૃપ્તિબેન, જયેશાબેન, અશોકભાઈ, દીપકભાઈ, આરતીબેન, તૃપ્તિબેન મહેતા, ડો. મૈત્રીબેન, ડો. ગુંજીતસિંહ, ડો. ભરતભાઈ પટેલ, વિરલભાઈ, કોર્પો. વૈશાલીબેન, કલ્પાબેન, ભાવનાબેન, ભૂમિબેન, રેખાબેન, નીલેશભાઈ, વિશાલભાઈ, જોનભાઈ, પુષ્પાબેન, દૃષ્ટિબેન, દક્ષાબેન, વિજયભાઈ, કેતનભાઈ, અજયભાઈ, અશ્વિનભાઈ અને દિલીપભાઈ સહિતના સહયોગથી આ સેવા કાર્ય ચાલી રહ્યું છે.
આ સેવા પ્રવૃત્તિ જરૂરિયાતમંદ મહિલાઓના જીવનમાં આશા અને આનંદ લાવતું પ્રેરણાત્મક કાર્ય બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA