વેરાવળ ખાતે ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું, લોકભાગીદારી સાથે વેરાવળ ચોપાટી ખાતે એક કલાકના શ્રમદાન સાથે સફાઈ
ગીર સોમનાથ 01 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ ચોપાટી ખાતે “એક દિવસ, એક કલાક, એકસાથે–રાષ્ટ્રવ્યાપી શ્રમદાન દિવસ” નિમિત્તે સવારે ૮.૦૦ કલાકે પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ-કર્મચારીઓએ સામૂહિક શ્રમદાન કર્યું હતું. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહિલ અ
વેરાવળ ખાતે ‘સ્વચ્છતા હી સેવા


ગીર સોમનાથ 01 ઓક્ટોબર (હિ.સ.) વેરાવળ ચોપાટી ખાતે “એક દિવસ, એક કલાક, એકસાથે–રાષ્ટ્રવ્યાપી શ્રમદાન દિવસ” નિમિત્તે સવારે ૮.૦૦ કલાકે પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ-કર્મચારીઓએ સામૂહિક શ્રમદાન કર્યું હતું.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહિલ અને જિલ્લાના મહાનુભાવોએ શ્રમદાન કરી ચોપાટી પરથી પ્લાસ્ટિકની કોથળીઓ, નકામા કાગળો, વેફરના પડીકા, સૂકા નારિયેળ, નાસ્તાની ડિશો, કાચની બોટલો સહિત સૂકો કચરો અને ભીનો કચરો એકત્ર કર્યો હતો.

“સ્વચ્છતામાં સહભાગ; સ્વચ્છ ભારત, વિકસિત ભારત” થીમ પર આધારિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જનજાગૃતિ કેળવવાનો હતો.

આ સ્વચ્છતા અભિયાનમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ નાથીબહેન વાજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, પ્રદ્યુમનસિંહ ડોડિયા, શૈલેષભાઈ મેસવાણિયા, ભરતભાઈ બાકુ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ સચિવ અશ્વિનભાઈ પાઠક, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક બી.બી.ડાંગર, ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ, આત્માના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ સહભાગી થયા હતાં.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સામૂહિક શ્રમદાન, જનભાગીદારી- સ્વચ્છ પર્વ, હરિત પર્વ, સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર જેવા વિવિધ કાર્યક્રમો થકી 'સેવા સંકલ્પ' અભિયાનની ઉજવણી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande