સરકારી માધ્યમિક શાળા બામણગઢના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ એથલેટિક્સ સ્પર્ધામાં ઝળક્યા
જુનાગઢ 1 ઓક્ટોબર (હિ.સ.) સરકારી માધ્યમિક શાળા બામણગઢ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૬ એથલેટિક્સમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો જેમાં મોરબીયા ક્રિષ્ના એ ૧૫૦૦ મીટર દોડ અને ૮૦૦ મીટર દોડ ખુમાણ માહીએ ચક્રફેદ બરછી ફેદ રાખશીયા નવ્યા એ ૮૦૦ મીટર અ
સરકારી માધ્યમિક શાળા બામણગઢના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ


જુનાગઢ 1 ઓક્ટોબર (હિ.સ.) સરકારી માધ્યમિક શાળા બામણગઢ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૬ એથલેટિક્સમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો જેમાં મોરબીયા ક્રિષ્ના એ ૧૫૦૦ મીટર દોડ અને ૮૦૦ મીટર દોડ ખુમાણ માહીએ ચક્રફેદ બરછી ફેદ રાખશીયા નવ્યા એ ૮૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ રાઠવા અનિતાએ ગોળા ફેક અને લંગડી ફાળકૂદમાં તેમજ ભાભોર વિમળા એ ગોળા ફેક અને લાંબી કૂદમાં ભાગ લીધો હતો.

જેમાં મકવાણા હેમાંશી એ ૧૫૦૦ મીટર દોડ અને ઊંચી કૂદમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે ધાંધલ ગોપીએ ૧૫૦૦ મીટર દોડ અને ૮૦૦ મીટર દોડમાં નંબર પ્રાપ્ત કર્યો છે. મકવાણા પ્રિન્સ ૨૦૦ મીટર દોડ અને લાંબી કૂદમાં નંબર પ્રાપ્ત કર્યો છે .આમ સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ ખૂબ જ સુંદર પર્ફોમન્સ કર્યું છે. માર્ગદર્શક શિક્ષક તપનભાઈ અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય ડૉ.કોકિલા ઉંધાડે તમામને બિરદાવ્યા તેમજ અભિનંદન પાઠવ્યા હતા. અને ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ વિજેતા બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande