જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર ભરતી અંતર્ગત જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી
Gujarat, 01 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ અનુસાર હાલમાં ખાલી પડેલી અને માહે માર્ચ-૨૦૨૭ સુધીમાં ખાલી થનાર સંભવિત કુલ ૧૬૭ આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે ગત તા.૨૧/૦૯/૨૦૨૬ ના રોજથી ઓનલાઈન અરજી ભરવાની પ્રક્રિયા શરૂ
જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર ભરતી અંતર્ગત જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી


Gujarat, 01 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ અનુસાર હાલમાં ખાલી પડેલી અને માહે માર્ચ-૨૦૨૭ સુધીમાં ખાલી થનાર સંભવિત કુલ ૧૬૭ આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે ગત તા.૨૧/૦૯/૨૦૨૬ ના રોજથી ઓનલાઈન અરજી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ ઓનલાઈન અરજીઓ ક્ષતિ રહિત રહે અને સામાન્ય ભુલના લીધે અરજી રદ્દ ન થાય એ હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા ઓનલાઈન છે. તે માટે અરજદારોએ વિભાગની સાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. અરજદારોની સરળતા માટે ઉપરોકત વેબસાઈટ ઉપર ભરતીને લગત તમામ જી.આર., સામાન્ય સૂચનાઓ અને વીડીયો ટ્યુટોરીયલ ઉપલબ્ધ છે. જે ફોર્મ ભરતા પહેલા વાંચી લેવા જરૂરી છે.

અરજદારોએ આગામી તા.૧૪/૧૦/૨૦૨૬ સુધીમાં પોતાની અરજી ફાઈનલ સબમીટ કરી દેવાની રહેશે. જે ગામ કે વોર્ડના આંગણવાડીની ભરતી હોય અરજદારે એ જ ગામ કે વોર્ડના રહેવાસી હોવા અંગેનું રહેઠાણનું નિયત નમુના મુજબનું મામલતદારશ્રી દ્વારા અપાયેલું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.

આ સાથે અરજદારોએ સાઈટ ઉપર ઉપલબ્ધ નિયત નમુનાનું સ્વ-ઘોષણા પત્ર ડાઉનલોડ કરીને તેમાં જરૂરી વિગતો ભરી પોતાની સહી સાથે અપલોડ કરવાનું રહેશે. તેમજ આ પત્ર સાથે માન્ય ઓળખનો પુરાવો અચુક જોડવાનો રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વિગતો ભરતી વખતે માત્ર પુર્ણ કરેલ અભ્યાસની જ વિગતો અપલોડ કરવી. અધુરા અભ્યાસ વાળી અરજી રદ્દ થવા પાત્ર રહેશે.

આ સાથે જ જો એક કરતા વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હોય તો તમામ પ્રયત્નોની વિગત દર્શાવીને તમામ પ્રયત્નની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. તેમજ એક કરતા વધુ પ્રયત્નના કિસ્સામાં તમામ પ્રયત્નોના માત્ર પાસ કરેલ વિષયના ગુણની ગણતરી કરીને જ મળેલ માર્કસ દર્શાવવાના રહેશે. જો કોઈ માર્કશીટમાં CGPA અથવા GPA દર્શાવેલ હોય તો યુનિવર્સીટી અથવા કોલેજ દ્વારા પ્રમાણિત કરેલ માકર્સ કન્વર્ઝન સર્ટીફીકેટ અપલોડ કરવું ફરજીયાત છે.

ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવામાં આવેલ તમામ દસ્તાવેજ ઓરીજીનલ અને સુવાચ્ય હોવા જોઇએ. જેથી ચકાસણી વખતે કોઈ અસ્પષ્ટતા ન રહે. અરજદારોએ પોતાનું નામ, જન્મ તારીખ, રહેઠાણ, પરિણિત- અપરિણીત, જાતિની વિગત વગેરે તમામ અગત્યની બાબત ચકાસ્યા બાદ જ ફાઈનલ સબમીટ આપવું.

ઓનલાઈન અરજી સંદર્ભે કોઈ પણ સમસ્યા જણાય તો અરજદાર પોતાના તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકશે અથવા હેલ્પલાઈન નંબર - ૦૨૮૫- ૨૬૩૧૪૩૪ પર સંપર્ક કરી શકશે. તેમ આઈ.સી.ડી.એસ. શાખા પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande