કેશોદના મઘરવાડા ગામની આંગણવાડી ખાતે આંગણાનો ઉત્સવની હરખભેર ઉજવણી
જુનાગઢ 01 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. કેશોદ તાલુકાના મઘરવાડા ગામે આંગણવાડી ખાતે આંગણા
કેશોદના મઘરવાડા ગામની આંગણવાડી


જુનાગઢ 01 ઓક્ટોબર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. કેશોદ તાલુકાના મઘરવાડા ગામે આંગણવાડી ખાતે આંગણા નો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉત્સવ અંતર્ગત આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ અને સ્થાનિક લાભાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના ભુલકાઓને મહાનુભાવના હસ્તે ભેટ અર્પણ કરવામાં આવી હતી અને કિશોરીઓને પ્રમાણપત્ર આપી પૂર્ણ શક્તિ પેકેટ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અશ્વિનભાઈ ખટારીયા, ગામ અગ્રણી માંડણભાઈ હેરભા, ઉપસરપંચ નિલેશભાઈ હેરભા, તલાટી મંત્રી પ્રણવ ઉપાધ્યાય, ફિમેલ હેલ્થ વર્કર એન. બી. કરડાણી, વિવિધ આગેવાનો આંગણવાડીના ભૂલકાઓ, કિશોરીઓ તેમજ વાલીઓ અને ગામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande