ભુજમાં અનઅધિકૃત LED લાઈટ સામે તંત્રની કડક કાર્યવાહી : 55 વાહનચાલકોને દંડ
કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ-કચ્છમાં માર્ગ સલામતીને વધુ સુદૃઢ બનાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવાના હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી


પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી


પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી


પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી


કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : ભુજ-કચ્છમાં માર્ગ સલામતીને વધુ સુદૃઢ બનાવવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવાના હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વિશેષ એન્ફોર્સમેન્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ થીમને કેન્દ્રમાં રાખીને હાથ ધરાયેલી આ કામગીરીમાં વાહનોમાં લગાવવામાં આવતી અનઅધિકૃત તેમજ વધુ તીવ્ર પ્રકાશ આપતી LED લાઈટોની તપાસ કરવામાં આવી હતી.

વાહનોમાં નિયમવિરુદ્ધ રીતે લગાવવામાં આવેલી વધુ તીવ્રતાવાળી લાઈટો રાત્રિના સમયે સામેથી આવતા વાહનચાલકોની દૃષ્ટિ પર અસર કરી શકે છે. જેના કારણે માર્ગ પર અકસ્માતનું જોખમ ઊભું થવાની શક્યતા રહે છે. માર્ગ સલામતીના આ મહત્વપૂર્ણ મુદ્દાને ધ્યાનમાં રાખીને આરટીઓ ભુજ-કચ્છના ચેકિંગ અધિકારીઓ દ્વારા વિવિધ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન વાહનોમાં ઉપયોગમાં લેવાતી લાઈટોની પણ તપાસ કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા અને અનઅધિકૃત અથવા વધુ તીવ્રતા ધરાવતી LED લાઈટનો ઉપયોગ કરતા વાહનો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કુલ 55 વાહનો સામે ચલણ ઇસ્યુ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ સાથે આરટીઓના અધિકારીઓ દ્વારા વાહનચાલકોને માર્ગ સલામતી અંગે જરૂરી સમજ પણ આપવામાં આવી હતી. ખાસ કરીને વાહનોમાં લગાવવામાં આવેલી અનઅધિકૃત અને વધુ પ્રકાશ આપતી LED લાઈટો દૂર કરવા તેમજ સરકાર દ્વારા નિર્ધારિત ધોરણોને અનુરૂપ લાઈટોનો જ ઉપયોગ કરવા માટે વાહનચાલકોને માર્ગદર્શન અપાયું હતું.

અધિકારીઓએ સમજાવ્યું હતું કે વાહનમાં યોગ્ય ધોરણની લાઈટોનો ઉપયોગ કરવો માત્ર કાયદાકીય જવાબદારી જ નથી, પરંતુ અન્ય વાહનચાલકોની સલામતી સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. રાત્રિના સમયે સામે આવતા વાહનચાલકોને અસુવિધા ન થાય અને માર્ગ પર અકસ્માતનું જોખમ ઘટે તે માટે નિયમોને અનુરૂપ લાઈટનો ઉપયોગ જરૂરી છે.

વડાપ્રધાનના 25 વર્ષના જાહેર જીવનમાં સેવા અને સુશાસનના સંદર્ભમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા માર્ગ સલામતીને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આરટીઓની કાર્યવાહીથી વાહનચાલકોમાં નિયમો અંગે જાગૃતિ વધે અને રસ્તાઓ પર સુરક્ષિત વાહનવ્યવહારને પ્રોત્સાહન મળે તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande