પોરબંદરના દરિયામાં એલઈડી લાઇટ લગાવી માછીમારી કરતી બોટ ઝડપાઇ.
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના દરિયામાં ટોકન વગર તેજ પ્રકાશવાળી એલઈડી લાઇટ લગાવી માછીમારી કરવા બદલ હાર્બર મરીન પોલીસે એક બોટચાલક સામે કાર્યવાહી કરી છે. દરિયામાં જેટીથી આશરે એક નોટિકલ માઈલ દૂર બોટમાં અનધિકૃત રીતે એલઈ
પોરબંદરના દરિયામાં એલઈડી લાઇટ લગાવી માછીમારી કરતી બોટ ઝડપાઇ.


પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના

દરિયામાં ટોકન વગર તેજ પ્રકાશવાળી એલઈડી લાઇટ લગાવી માછીમારી કરવા બદલ હાર્બર મરીન પોલીસે એક બોટચાલક સામે કાર્યવાહી

કરી છે. દરિયામાં જેટીથી આશરે એક નોટિકલ

માઈલ દૂર બોટમાં અનધિકૃત રીતે એલઈડી લાઇટનો

ઉપયોગ થતો હોવાનું પોલીસની નોંધમાં જણાવાયું

છે. પ્રાપ્ત વિગતો મુજબ,પોરબંદર જેટી સામે દરિયામાં તપાસ દરમિયાન ખ્વાજા મદદ-5 નામની ફાઇબર બોટ મળી આવી હતી. બોટનો નોંધણી નંબર જીજે-37-એમઓ-2561 હોવાનું નોંધાયું છે. બોટમાં

ટોકન વગર અત્યંત પ્રકાશિત એલઈડી લાઇટ લગાવી માછીમારી માટે ઉપયોગ કરવામાં આવતો

હોવાનો આક્ષેપ છે. આ બોટના સંચાલક તરીકે

દ્વાર કાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય

જમાલનુર મહમદભાઈ લુચાણીનું નામ નોંધાયું છે.આ મામલે હાર્બર મરીન પોલીસ મથકે ગુનો

નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande