



પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં 45મા શારદીય નવરાત્રિ
અનુષ્ઠાન મહોત્સવનો ભક્તિમય પ્રારંભ થયો છે. અનુષ્ઠાનના પ્રથમ દિવસે શ્રીરામચરિત માનસપાઠ અનુષ્ઠાન, શ્રીહરિ મંદિરમાં મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, યજ્ઞશાળામાં ઘટસ્થાપના અને મા દુર્ગાનું
શાસ્ત્રોક્ત પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉપરાંત શ્રીભક્તમાલ કથા, દેવી ભાગવત મહાપુરાણના મૂળપાઠ અને શતચંડી પાઠનો પણ પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
*45મા વર્ષમાં પ્રવેશતા અનુષ્ઠાનની પરંપરા જળવાઈ*
શારદીય
નવરાત્રિના પ્રથમ દિવસે સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ થયો હતો. અનુષ્ઠાન પૂર્વે મુખ્ય મનોરથી
પરિવાર દ્વારા શ્રીરામચરિત માનસની પોથીનું પૂજન
કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્કૃત પાઠશાળાના
ઋષિકુમારોએ સસ્વર મંગલ વેદપાઠ કર્યો હતો.આ પ્રસંગે
પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે
પરામ્બાભગવતી મા કરુણામયીની કૃપા અને ભગવાન શ્રીહરિના અનુગ્રહથી આ શારદીય નવરાત્રિ
અનુષ્ઠાન 45મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે.
દ્વારકાથી શરૂ થયેલી આઅનુષ્ઠાન
યાત્રા જામરાવલમાં સાંદીપનિના પૂર્વટ્રસ્ટી તુલસીભાઈના ફાર્મ પરથી આગળ વધીને સાંદીપનિના પાવન પ્રાંગણ સુધી પહોંચી છે.તેમણે
વૃંદાવનના રમણરેતી સ્થિત કાર્ષ્ણિ ગુરુ શરણાનંદજી
મહારાજના આશીર્વાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું
કે 45 વર્ષ સુધી અનુષ્ઠાનની પરંપરા અવિરત જળવાઈ
રહેવી એ આનંદની વાત છે. લોકડાઉન દરમિયાન પણ
અનુષ્ઠાન પ્રેમપૂર્વક યોજાયું હતું.
*આહાર, વાણી અને મનનો સંયમએ જ નવરાત્રિની સાધના*
પૂજ્ય
ભાઈશ્રીએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે નવરાત્રિ માત્ર રાસ-ગરબા અનેઉત્સવનું પર્વ નથી, પરંતુ આહારનો સંયમ, વાણીનો સંયમ અને મનનો સંયમ કેળવી મા દુર્ગાની
ઉપાસના કરવાનો અવસર છે. મોટા શહેરોમાં હજારો
લોકોરાસ-ગરબાનો આનંદ લે છે, જે સારી બાબત છે, પરંતુ તેની સાથે નવરાત્રિના આધ્યાત્મિક
પાસાને પણ સમજવું જરૂરી છે.તેમણે વધુમાં જણાવ્યું
હતું કે મા દુર્ગા મહિષાસુરમર્દિની છે. રામચરિત માનસના
સંદર્ભમાં મોહને મહિષાસુર સાથે સરખાવતાં તેમણે
સમજાવ્યું હતું કે મોહ અનેક વ્યાધિઓનું મૂળ છે.
માતાજીના હાથમાં રહેલાં વિવિધ શસ્ત્રો સાધનાનાં
પ્રતીક છે, જે વ્યક્તિની અંદર રહેલી આસુરી
વૃત્તિઓનો નાશકરવાનો સંદેશ આપે છે. આંતરિક દુર્ગુણો
પર વિજય મેળવીએ ત્યારે જ જીવનમાં સાચા અર્થમાં
વિજયા દશમીઆવે છે.ઘરે રહીને અનુષ્ઠાનમાં જોડાવા ઇચ્છતા
ભાવિકો સાંદીપનિ ડોટ ટીવી, યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પાઠમાં જોડાઈ
રહ્યા છે.વિદેશમાં વસતા ભાવિકો પણ સમયના તફાવત
છતાંઆ અનુષ્ઠાનનો લાભ લઈ રહ્યા છે. આ
પ્રસંગે દારએસ-સલામથી સંજયભાઈ સૂચક પરિવાર સાથે મુખ્યમનોરથી તરીકે જોડાતાં પૂજ્ય ભાઈશ્રીએ
રાજીપો વ્યક્ત કર્યો હતો.
*શ્રીહરિ
મંદિરમાં મા કરુણામયીનીપૂજા
અને કુમારિકા પૂજન*
નવરાત્રિના
પ્રથમ દિવસે શ્રીહરિ મંદિરમાં માકરુણામયીની ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી.પૂજ્ય ભાઈશ્રી અને મુખ્ય મનોરથી પરિવાર
દ્વારા 10 કુમારિકાઓનું પૂજન કરીને તેમને ભેટ
આપવામાં આવી હતી. આ સાથે ગુરુજનો અને ઋષિકુમારો
દ્વારા સમગ્ર નવરાત્રિ દરમિયાન ચાલનારા શતચંડી
પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.શતચંડીના મૂળપાઠની સાથે સંસ્કૃત વૈદિક
વાંગ્મયના સર્વદર્શન સંગ્રહના પાઠનો પણ પ્રારંભ
થયો હતો.દેશ-વિદેશના અનેક મનોરથીઓ આ ધાર્મિક
અનુષ્ઠાન સાથે જોડાયા છે અને તેમના
પ્રતિનિધિરૂપે ઋષિકુમારો દ્વારા
પાઠ કરવામાં આવી રહ્યા છે.
*નવ
દિવસીય દંતચિકિત્સા કેમ્પ શરૂ*
નવરાત્રિના
પ્રથમ દિવસે માનવસેવાના હેતુથી નવ દિવસીય દંતચિકિત્સા કેમ્પનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઋષિકુમારોના વૈદિક
મંત્રોચ્ચાર અને મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય સાથે
કેમ્પની શરૂઆત થઈ હતી.આ પ્રસંગે ગૌતમભાઈ ઓઝા, સંસ્થાના ઉપપ્રમુખ મનસુખભાઈ જોષી, ડો. સુરેશગાંધી, કેમ્પમાં સેવા આપનાર ડો. સરોજબેન જોષીઅને તેમની ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજકોટના ગવરીદળનાં જાલંધરબંધ યોગ પદ્ધતિનાં
દંતવૈદ્ય ડો.સરોજબેન જોષી અને તેમની ટીમ દ્વારા આ
દંતચિકિત્સાસેવા આપવામાં આવી રહી છે. આયોજિત
કાર્યક્રમમુજબ આ કેમ્પ 19 ઓક્ટોબર, 2026 સુધી દરરોજ સવારે
9થી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya