જામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ મહિલા મોરચાના ધરણાં-પ્રદર્શન
જામનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના આક્ષેપોના મામલે કોંગ્રેસ સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ સામે પક્ષના નેતાઓની ચુપકીદીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા, જામનગર શહેર દ્વારા ટાઉનહોલ
કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનો વિરોધ


જામનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી અને શારીરિક શોષણના આક્ષેપોના મામલે કોંગ્રેસ સાંસદ અગોમચા બિમોલ અકોઇઝમ સામે પક્ષના નેતાઓની ચુપકીદીના વિરોધમાં ભાજપ મહિલા મોરચા, જામનગર શહેર દ્વારા ટાઉનહોલ નજીક આવેલ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણાં-પ્રદર્શન યોજાયું હતું. ભાજપ મહિલા આગેવાનોએ કોંગ્રેસના વલણ સામે આક્રોશ વ્યક્ત કરી સાંસદને પક્ષમાંથી બરતરફ કરવાની માગણી કરી હતી.

ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દક્ષા અગ્રાવતે જણાવ્યું હતું કે કોંગ્રેસ મહિલા સન્માનની વાતો કરે છે પરંતુ આચરણમાં તે પ્રતિબદ્ધતા દેખાતી નથી. કોંગ્રેસ સાંસદ સામે ગંભીર આક્ષેપો થયા હોવા છતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સહિતના નેતાઓ મૌન સેવી રહ્યા છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે મહિલા સુરક્ષાનો મુદ્દો કોંગ્રેસ માટે માત્ર રાજકીય લાભ મેળવવાનું સાધન છે. તાજેતરમાં દિલ્હીમાં મહિલા સુરક્ષાકર્મી સાથે થયેલા કથિત અભદ્ર વર્તનના મુદ્દે પણ કોંગ્રેસના નેતાઓની ભૂમિકા શંકાસ્પદ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દક્ષાબેન અગ્રાવતે કોંગ્રેસ સાંસદ સામેના આક્ષેપોની નિંદા કરી પડકાર ફેંક્યો હતો કે જો કોંગ્રેસ ખરેખર મહિલા સુરક્ષા માટે ગંભીર હોય તો સંબંધિત સાંસદને તાત્કાલિક પક્ષમાંથી બરતરફ કરે. આ મામલે તેમણે કોંગ્રેસના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતા.

આ ધરણાં-પ્રદર્શનમાં શહેર અધ્યક્ષ બીના કોઠારી, મેયર મોનિકા વ્યાસ, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ ધરતીબેન મજીઠિયા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પ્રદેશ મંત્રી ભાવિષાબેન ધોળકિયા, મહામંત્રી અવનિબેન ત્રિવેદી અને નિકિતાબેન કુંવારિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande