રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ડિરેક્ટર તરીકે ડી.કે. સિંઘે ચાર્જ સંભાળ્યો
રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર તરીકે ડી.કે. સિંઘે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પૂર્વ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહની ભુવનેશ્વર ખાતે પ્રમોશન સાથે બદલી થતાં તેમને વિદાય આપવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ડિરેક્ટર તરીકે ડી.કે. સિંઘ

રાજકોટ, 12 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના હીરાસર સ્થિત ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર તરીકે ડી.કે. સિંઘે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પૂર્વ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહની ભુવનેશ્વર ખાતે પ્રમોશન સાથે બદલી થતાં તેમને વિદાય આપવામાં આવી હતી.

આ નિમિત્તે એરપોર્ટ ખાતે વિદાય અને આવકાર સમારંભ યોજાયો હતો, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટના જૂના અને નવા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 5 વર્ષ અને 11 મહિના સુધી સતત ફરજ બજાવનાર એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહની પ્રમોશન સાથે 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે બદલી કરવામાં આવી હતી.

જોકે, બદલી સામે અરજી કર્યા બાદ તેમને દિલ્હીના બદલે ભુવનેશ્વર એરપોર્ટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેથી તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમની જગ્યાએ જામનગરથી આવેલા નવા નિયુક્ત એરપોર્ટ ડિરેક્ટર ડી.કે. સિંઘે રાજકોટ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની જવાબદારી સંભાળી લીધી છે.

આ કાર્યક્રમ દરમિયાન એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓએ બોરાહની સેવાઓની સરાહના કરી હતી અને નવા ડિરેક્ટર સિંઘનું સ્વાગત કરી તેમને નવી જવાબદારી બદલ શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

 rajesh pande