મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વધુ આવકને પગલે આવક બંધ કરવાનો નિર્ણય
ભાવનગર, 12 ઓક્ટોબર (હિ.સ.)શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્વારા મગફળીની વધુ આવકને ધ્યાનમાં રાખીને મગફળીની આવક બંધ રાખવા અંગે જાહેર જાણ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, આવતીક
માર્કેટિંગ યાર્ડ


ભાવનગર, 12 ઓક્ટોબર (હિ.સ.)શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહુવા દ્વારા મગફળીની વધુ આવકને ધ્યાનમાં રાખીને મગફળીની આવક બંધ રાખવા અંગે જાહેર જાણ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, આવતીકાલે સોમવાર, તા. 12 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 9:30 કલાકથી મગફળીની નવી આવક બંધ કરવામાં આવશે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક વધુ પ્રમાણમાં થઈ રહી હોવાથી યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મગફળી વેચાણ માટે લાવતા ખેડૂતભાઈઓ અને કમિશન એજન્ટોએ આ જાહેર સૂચનાની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.

યાર્ડ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે મગફળીની નવી આવક મંગળવાર, તા. 13 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે 6:00 કલાકથી ફરી શરૂ કરવામાં આવશે. તેથી ખેડૂતોએ મગફળી વેચાણ માટે યાર્ડમાં લાવતાં પહેલાં આવકના સમય અંગે ખાસ ધ્યાન રાખવું.

આ ઉપરાંત, ખેડૂતભાઈઓને મગફળી યાર્ડમાં લાવતી વખતે માલને ઢાંકવા તેમજ પાથરવા માટે જરૂરી પ્લાસ્ટિક સાથે લાવવા પણ નમ્ર અપીલ કરવામાં આવી છે. જેથી મગફળીના જથ્થાને સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે.

મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને કમિશન એજન્ટોને જાહેર સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande