પોરબંદર મહાનગરપાલિકાના મેયરે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજી
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા તેમજ નાગરિકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મહાનગરપાલિકાના સભાખંડમાં હાલ પ્રગતિ હેઠળ રહેલા વિવિધ વિકાસકામોની સમીક્ષા બે
પોરબંદર મહાનગરપાલિકાના  મેયરની  વિકાસકામોની  સમીક્ષા  બેઠક યોજાઈ.


પોરબંદર મહાનગરપાલિકાના  મેયરની  વિકાસકામોની  સમીક્ષા  બેઠક યોજાઈ.


પોરબંદર મહાનગરપાલિકાના  મેયરની  વિકાસકામોની  સમીક્ષા  બેઠક યોજાઈ.


પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા

તેમજ નાગરિકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી

મહાનગરપાલિકાના સભાખંડમાં હાલ પ્રગતિ હેઠળ રહેલા વિવિધ વિકાસકામોની સમીક્ષા બેઠક

યોજાઈ હતી.

મેયર સાગરભાઈ મોદીની ઉપસ્થિતિમાં અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી.

તીરથાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા

વિકાસકામોની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા અને કામો પૂર્ણ

કરવાની સમયમર્યાદા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં અંદાજે 50 જેટલા વિકાસકામો કાર્યરત છે. કામગીરી

દરમિયાન ગુણવત્તાના ધોરણોનું યોગ્ય પાલન થાય અને વિકાસકામો સમયસર પૂર્ણ થાય તે

બાબતને બેઠકમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. શહેરના વિકાસને લગતાં વિવિધ

કામોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને કામગીરીમાં ઝડપ લાવવા

તેમજ બાકી રહેલાં કામોનું આયોજનબદ્ધ રીતે સમયસર નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ

આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન મહાનગરપાલિકાના એન્જિનિયરો, કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ

તથા વિવિધ એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિકાસકામોની પ્રગતિ અંગે ચર્ચા

કરવામાં આવી હતી. વિવિધ કામોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરીને જ્યાં જરૂરિયાત જણાય

ત્યાં કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા, સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા અને કામકાજ દરમિયાન ઊભા થતા

પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિકાસકામો માત્ર પૂર્ણ

કરવા પૂરતા મર્યાદિત ન રહે,

પરંતુ તેની ગુણવત્તા લાંબા ગાળે જળવાઈ

રહે તે દિશામાં જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. કામોની નિયમિત દેખરેખ

રાખવા, સ્થળ પર કામગીરીની ચકાસણી કરવા અને

મંજૂર આયોજન તથા નિર્ધારિત માપદંડો અનુસાર કામો થાય તેની ખાતરી કરવા ભાર મૂકવામાં

આવ્યો હતો. શહેરમાં હાથ ધરવામાં આવતાં વિકાસકામોનો મુખ્ય હેતુ નાગરિકોને વધુ સારી

સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અને પોરબંદરના શહેરી માળખાને વધુ સુદૃઢ બનાવવાનો છે. આથી

વિકાસકામોના અમલીકરણ દરમિયાન આયોજન, ગુણવત્તા અને સમયસર પૂર્ણતાને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા

જણાવાયું હતું. મહાનગરપાલિકાના સંબંધિત વિભાગો, એન્જિનિયરો,

કન્સલ્ટન્સી અને કામ કરતી એજન્સીઓ

વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન મ્યુનિસિપલ કમિશનર ટીસી

તીરથાણી દ્વારા આપવામાં આવ્યું હતું. મેયર સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર

ટી.સી. તીરથાણીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં

ચાલી રહેલા વિકાસકામોની અસરકારક દેખરેખ રાખી કામગીરીને વધુ ગતિશીલ બનાવવાનો અને

નાગરિકોને સમયસર વિકાસનાં પરિણામોનો લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.

આ સમીક્ષા

બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, સિટી એન્જિનિયર જયદિપસિંહ રાણા સહિત

મહાનગરપાલિકાના એન્જિનિયરો,

કન્સલ્ટન્સીના પ્રતિનિધિઓ, વિવિધ એજન્સીઓના અધિકારીઓ અને

કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande