પોરબંદર મનપા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમ મેળવ્યો
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. (M.E.M.) સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અર્ચના બામણિયાએ School Games Federation of India (SGFI) અંતર્ગત યોજાયેલી અંડર-17 ગર્લ્સ રાજ્યકક્ષાની ચેસ
મહાનગરપાલિકા  સંચાલિત  એમ.ઈ.એમ.  સ્કૂલની   વિદ્યાર્થિની એ  રાજ્યકક્ષાની  ચેસ  સ્પર્ધામાં  સમગ્ર ગુ જરાતમાં  તૃતીય ક્રમ મેળવ્યો.


મહાનગરપાલિકા  સંચાલિત  એમ.ઈ.એમ.  સ્કૂલની   વિદ્યાર્થિની એ  રાજ્યકક્ષાની  ચેસ  સ્પર્ધામાં  સમગ્ર ગુ જરાતમાં  તૃતીય ક્રમ મેળવ્યો.


મહાનગરપાલિકા  સંચાલિત  એમ.ઈ.એમ.  સ્કૂલની   વિદ્યાર્થિની એ  રાજ્યકક્ષાની  ચેસ  સ્પર્ધામાં  સમગ્ર ગુ જરાતમાં  તૃતીય ક્રમ મેળવ્યો.


પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) :

પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. (M.E.M.) સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અર્ચના

બામણિયાએ School Games

Federation of India (SGFI) અંતર્ગત યોજાયેલી અંડર-17 ગર્લ્સ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમ

પ્રાપ્ત કરીને શાળા તેમજ પોરબંદર મહાનગરપાલિકાનું ગૌરવ વધાર્યું છે.

અર્ચના

બામણિયાએ સૌપ્રથમ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી રાજ્યકક્ષાની

સ્પર્ધામાં સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન

કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમની આ સિદ્ધિથી એમ.ઈ.એમ.

સ્કૂલ પરિવાર અને પોરબંદર શહેરમાં ગૌરવની લાગણી પ્રસરી છે. અર્ચનાની આ સફળતા તેની

મહેનત, લગન, એકાગ્રતા અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. ચેસ જેવી બૌદ્ધિક

રમતના ક્ષેત્રમાં રાજ્યકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી તેણે અન્ય વિદ્યાર્થીઓ માટે

પણ પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે અર્ચના બામણિયા રાષ્ટ્રીય કક્ષાની ચેસ

સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે.

રાષ્ટ્રીય કક્ષાએ પણ તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી

એમ.ઈ.એમ. સ્કૂલ અને પોરબંદરનું નામ દેશભરમાં રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં

આવે છે. પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલ માટે આ સિદ્ધિ ગૌરવપૂર્ણ

ક્ષણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande