જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ‘નન્હી કિલકારી’ અંતર્ગત પોક્સો અવેરનેસ અને નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો
સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા ‘નન્હી કિલકારી’ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 14 અને 15 ખાતે પોક્સો અવેરનેસ (જાગૃતિ) તથા નશામુક્ત ભારત અંગેના જાગૃતિ કાર્યક્રમનું
Drug-Free India’ Program Held


સુરત, 12 ઓક્ટોબર (હિ.સ.) : સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય દ્વારા ‘નન્હી કિલકારી’ કાર્યક્રમ અંતર્ગત સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 14 અને 15 ખાતે પોક્સો અવેરનેસ (જાગૃતિ) તથા નશામુક્ત ભારત અંગેના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ કેળવવા, બાળ સુરક્ષા અંગે સમજ વિકસાવવા, સાયબર ગુનાઓ પ્રત્યે સાવચેતી લાવવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિનાચ આશયથી કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ન્યાયાધીશ બી.કે. આવાસિયા, 10મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, ન્યાયાધીશ એસ.કે. વ્યાસ, 12મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ ન્યાયાધીશ આર.એલ. ગુપ્તા, સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ, સાયબર ક્રાઇમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કામગીરી અને નશામુક્ત ભારતના મહત્વ અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ વધે, તેઓ પોતાના અધિકારો અને કાયદાકીય રક્ષણ અંગે માહિતગાર બને તેમજ સાયબર ગુનાઓથી સાવચેત રહે તેવા હેતુથી વિવિધ વિષયો સમજાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અજયભાઈ જગતાપ, વહીવટી અધિકારી અવિનાશભાઈ પાટીલ, મેહુલ મહેતા (સરકારી ડિફેન્સ કાઉન્સિલ), પ્રદીપ શિરસાઠ, કમલેશભાઈ શિરસાઠ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલન્ટિયર (PLV) વિજય ગોહિલ, શાળાનાં આચાર્ય પ્રારંબીબેન ખત્રી, દીપ્તિબેન ટેલર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande