
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં ખીજદળ ગામના પાટિયા પાસે હાઇવે રોડ પર કારની ટક્કરે બાઇકસવાર 62 વર્ષીય વૃદ્ધનું મોતની પજ્યું હતું.આ બનાવમાં રાણા કંડોરણા ગામના અરજનભાઈ રાજાભાઈ કરંગીયાનું મૃત્યુ થતાં તેમના પુત્ર ભરત કરંગીયાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અરજનભાઈ કરંગીયા પોતાની મોટરસાઇકલ લઈને ખીજદળ ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કાર નંબર GJ
-25-BA -7475ના ચાલકે મોટરસાઇકલને અડફેટે લીધી હતી. કારની ટક્કરથી અરજનભાઈ રસ્તા પર પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરમાં આંતરિક ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે રાણાવાવ પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુત પાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya