

પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના દરિયામાં જેતપુરના ઉદ્યોગોમાંથી નીકળતા પાણીના નિકાલ માટે પ્રસ્તાવિત
ડીપસી પાઇપલાઇન યોજનાને લઈને વિવાદ વધુ
ઘેરો બન્યો છે. શરૂઆતથી જ આ યોજનાનો વિરોધ કરી રહેલા પોરબંદરના માછીમાર આગેવાનો
અને વિવિધ સામાજિક સંસ્થાઓએ ફરી એકવાર
પોતાનો વિરોધ બુલંદ કર્યો છે.
પોરબંદર માછીમાર
બોટ એસોસિએશન ખાતે પ્રોજેક્ટના
કોન્ટ્રાક્ટરો દ્વારા યોજનાની
સમજ આપવા માટે બેઠક યોજવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં પણ પાઇપલાઇનના આયોજન સામે વિરોધના સૂર ગુંજ્યા હતા. માછીમાર આગેવાનો અને પર્યાવરણ સાથે
જોડાયેલી સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું હતું કે
પોરબંદરના દરિયાઈ વિસ્તારને અસર કરે તેવી કોઈ પણ કામગીરી
સામેતેઓ મક્કમ રીતે ઊભા રહેશે.જેતપુરના ઉદ્યોગો માંથી નીકળતા પાણીના નિકાલ માટે પોરબંદરના દરિયામાં
પાઇપલાઇન નાખવાની યોજના સ્થાનિક માછીમારો માટે
ચિંતાનો વિષય બની છે. આ મુદ્દે પોરબંદર માછીમાર
બોટ એસોસિએશન ખાતે યોજાયેલી બેઠકમાં
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો દ્વારા
આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. જોકે, માછીમાર આગેવાનો, સેવ પોરબંદર સી અને વિવિધ સંસ્થાઓએ યોજનાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે દરિયો
પોરબંદરના માછીમારો માટે માત્ર પાણીનો વિસ્તાર
નથી, પરંતુ હજારો પરિવારોની આજીવિકાનો આધારછે. દરિયાઈ પર્યાવરણને નુકસાન પહોંચે
અથવા માછીમારીના વ્યવસાય પર વિપરીત અસર થાયતેવી કોઈ પણ સંભાવનાને અવગણી શકાય
નહીં.આથી, પાઇપલાઇનના આયોજન અંગે સ્થાનિક લોકોની ચિંતાઓ અને રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવે તેવી માગ ઊઠી છે.
માછીમારોની રોજીરોટી અને દરિયાઈ પર્યાવરણનો મુદ્દો કેન્દ્રમાં બેઠક દરમિયાન યોજનાની સંભવિત અસરો અંગે ચર્ચા થઈ હતી. માછીમાર આગેવાનોનો મુખ્ય સવાલ એ છે કે જેતપુરના ઉદ્યોગોમાંથી
નીકળતા પાણીનો દરિયામાં નિકાલ કરવામાં આવે તો દરિયાઈ જીવસૃષ્ટિ, માછલીઓની ઉપલબ્ધતા અને માછીમારીના વ્યવસાય પર તેની કેવી અસર
પડી શકે છે. આ અંગે પર્યાવરણીય મૂલ્યાંકન, પાણીની ગુણવત્તા અને દરિયાઈ જીવસૃષ્ટિની
સુરક્ષા જેવા મુદ્દાઓ પર સ્પષ્ટતા જરૂરી હોવાનું
આગેવાનોમાને છે.
જોકે, આ બેઠકમાં યોજનાથી વાસ્તવમાં કેટલી અસર થશે તે અંગેના સ્વતંત્ર
વૈજ્ઞાનિકતારણો રજૂ થયાની વિગતો સામે આવી નથી.તેમ છતાં, સંભવિત જોખમોને લઈને સ્થાનિકસ્તરે વિરોધ યથાવત્ છે. પોરબંદર
માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરી સહિતના આગેવાનોએ પાઇપલાઇન નાખવાના આયોજન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya