
પોરબંદર, 12 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદરના
જ્યુબેલી ગુરુકુલ પાસે પડોશીઓ વચ્ચે થયેલી જૂની બોલાચાલીનો ખાર રાખીને પાંચ શખ્સોએ એકસંપ કરી શ્રમજીવી પર હુમલો કર્યાની ફરિયાદ ઉદ્યોગનગર પોલીસ મથકે નોંધાઈ છે. હુમલામાં ફરિયાદી વિનોદ ઉર્ફે ટીનિયો અરવિંદભાઈ ઝાલાને ગંભીર ઈજાઓ થઈ હતી.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જ્યુબેલી ગુરુકુલ પાસે રહેતા વિનોદ ઉર્ફે ટીનિયો ઝાલા અને આરોપીઓ વચ્ચે બે-ત્રણદિવસ પહેલાં સામસામે જોવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને વિજય નાથા પરમાર, વિજયના ભત્રીજા ઓમ અને તુષાર, તેમજ રાજ તુલસી પરમાર અને કરણ તુલસી પરમારે એક સંપકરી ફરિયાદી પર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કર્યાનો આક્ષેપ છે. આ હુમલામાં ફરિયાદીને માથા,પગ અને હાથમા ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન ફરિયાદીને બચાવવા આવેલા સાહેદ દીપકને પણ માથામાં ગંભીર ઈજા અને શરીરે મૂઢમાર મારવામાં આવ્યો હતો. તેમજ પાયલના જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આરોપીઓએ ગાળો આપી જાનથી મારીનાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ છે. બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી વધુત પાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya